નવી દિલ્હીઃ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેકમાં નંબર  વન હીરોઈન દીપિકા પાદુકોણ અને મોસ્ટ હેન્ડસમ હંક રિતિક રોશનની જોડી બનવાનું સપનું તૂટ્યા બાદ બન્નેની જોડી ફરી એક વખત બનતા બનતા રહી ગઈ. ઋતિક રોશને સ્પષ્ટ કર્યું છે કે તે ફિલ્મ નિર્માતા મધુ મંટેનાની ફિલ્મ મહાભારતમાં ભગવાન ક્રિષ્નની કોઈ ભૂમિકા ભજવવા નથી જઈ રહ્યા.


દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકની રિલીઝ પહેલા સોમવારે મુંબઈ ફિલ્મ જગતમાં તેની ફિલ્મ દ્રૌપદીને લઈને તમામ પ્રકારની ચર્ચા ચાલતી રહી છે. એક અંગ્રેજી અખબારમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ઋતિક રોશન ટૂંકમાં જ ક્રિષ્નની ભૂમિકામાં જોવા મળી શકે છે. આ ભૂમિકા માટે બે ફિલ્મોના નામ ઉછાળવામાં આવ્યા. તેમાં એક છે નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનનારી મહાભારત અને બીજી ફિલ્મ છે દીપિકા પાદુકોણની દ્રૌપદી. બન્નેમાં સહ નિર્માતા મધુ મંટેના છે.

નોંધનીય છે કે, ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવી હતી કે દીપિકા મહાભારત પર બનનારી ફિલ્મનો ખાલી ભાગ જ નહીં બને પણ તેની પ્રોડ્યૂસર પણ બનશે. આમ છપાક અને 83 પછી દીપિકા પાદુકોણની આ ત્રીજી ફિલ્મ એક પ્રોડ્યૂસર તરીકેની હશે. દીપિકાએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ફિલ્મમાં દ્રૌપદીનો રોલ ભજવીને ખુશ છે. મહાભારતની આ કહાનીમાં દ્રૌપદીનો દ્રષ્ટ્રિકોણ મૂકવાનો પ્રયાસ થશે.