જો કે હાલ આ વાતને લઈને કોઈ અધિકારિક જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ જો દીપિકાને આ ફિલ્મ માટે લાઇન કરવામાં આવશે તો રિતિક સાથે આ તેની પ્રથમ ફિલ્મ હશે.
આ ફિલ્મ નિતેશ તિવારી અને રવિ ઉદયવર સાથે મળીને બનાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લાઇવ એક્શન ટ્રાઇલોજી હશે. આ ફિલ્મનું શૂટ થ્રીડીમાં કરવામાં આવશે. આ ફિલ્મને હિન્દીની સાથે સાથે તામિલ, તેલુગુ ભાષામાં પણ રિલિઝ કરવામાં આવશે. ફિલ્મનું બજેટ આશરે રૂ. 500 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ફિલ્મના નિર્માતામાં અલ્લૂ અરવિંદ, નામિત મલ્હોત્રા અને મધુ મંતેના જેવા નામ સામેલ છે. આથી જ ફિલ્મને લઈને વધારે આશા રાખવામાં આવી રહી છે. ફિલ્મના મુખ્ય પાત્રોની વાત કરવામાં આવે તો રિતિક રોશન સાથે દીપિકા પાદુકોણનું નામ પણ આવી રહ્યું છે.