‘સુપર 30’ ફિલ્મના અભિનેતાનો નવો લુક, બોલિવૂડના કયા અભિનેતાનો આવ્યો ફર્સ્ટ લુક સામે, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મની કહાની બિહારના રહેવાસ આનંદ કુમાર પર આધારિત છે, જેઓ દર વર્ષે 30 બાળકોને આઈઆઈટીની મફતમાં કોચિંગ આપે છે, જે ગરીબ બાળકો છે. તેમની કોચિંગના મોટાભાગના તમામ વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં સિલેક્ટ થાય છે. આ કામ માટે આનંદ કુમારને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે સન્માન કરવામાં પણ આવ્યું છે.
ફિલ્મને પ્રોડ્યુસ કરી રહેલ ફેંટમ ફિલ્મ્સે ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. જેમાં રિતિક રોશન સેમ ટૂ સેમ આનંદ કુમાર જેવો જ લાગે છે. વિકાસ બહલના નિર્દેશનમાં બનનારી ‘સુપર 30’ ફિલ્મનું શૂટિંગ વારણસી, રામનગર અને અહરોરા સહિત ઘણી જગ્યાએ થવાનું છે. રિલાયન્સ ફિલ્મ્સના સહયોગથી બનવા જઈ રહેલ આ ફિલ્મ 25 જાન્યુઆરી 2019માં રીલિઝ થશે.
જોકે, રિતિક રોશન અસલી જિંદગીમાં બાળકો ભણાવી રહ્યો નથી. તે આગામી દિવસોમાં આવનારી ‘સુપર 30’ના શૂટિંગ માટે વારાણસીમાં છે. ફિલ્મ કોચિંગ સેન્ટર સુપર 30ના સંસ્થાપક આનંદ કુમારની બાયોપિક છે. આનંદ કુમારે જણાવ્યું હતું કે, હું ખુશ છું કે રિતિક રોશન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. તે પોતાના કામને લઈને બહુ જ સમર્પિત રહે છે. તેની સ્ટોરી પણ બહુ જ પ્રેરણાદાયક છે.
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન હાલ વારાણસીમાં છે જ્યાં તે બાળકોને ભણાવવામાં વ્યસ્ત છે. એટલું જ નહીં રિતિક રોશન બાળકો પાસેથી પણ ઘણું શીખી રહ્યો છે. વધારવામાં આવેલ દાઢી અને નાના વાળની સાથે રિતિક રોશન શિક્ષક જેવો જોવા મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -