ગુજરાત વિધાનસભાના ક્યાં પાંચ નવા ધારાસભ્યોએ લીધા શપથ, જાણો વિગત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાના એક મહિના કરતાં પણ વધારે સમય બાદ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આવેલા સાબરમતી સભાગૃહ ખાતે નવા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર ડો. નીમા આચાર્ચે શપથ લેવડાવ્યા હતા. નવી વિધાનસભાના 182 સભ્યોમાંથી 179 સભ્યોએ શપથ લીધા હતા. જેમાં પાંચ ધારાસભ્યોએ શપથ લેવાના બાકી હતી જેમણે આજે શપથ લીધા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રોટેમ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય સમક્ષ પાંચેય ધારાસભ્યોએ શપથ લીધા હતા.
ગુજરાત વિધાનસભાના મહેશ પટેલ, અશ્વિન કોટવાલ, જગદીશ પંચાલ, વિભાવરીબેન દવે અને ગ્યાસુદીન શેખે ધારાસભ્ય પદના શપથ લીધા હતા.
આ પાંચેય ધારાસભ્યો અગાઉ 23 જાન્યુઆરીએ ધારાસભ્યોની યોજાયેલી શપથવિધિમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. જેના કારણે પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્ય સમક્ષ પાંચેય ધારાસભ્યોએ શપથ લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -