✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પત્નિને 400 કરોડ આપીને ડિવોર્સ લેનારો બોલીવુડનો આ સુપરસ્ટાર પાછો તેને જ પરણશે, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jul 2018 09:31 AM (IST)
1

2

રીતિક અને સુઝાન ડિવોર્સ બાદ પણ પોતાના પરિવારના ફંકશનમાં, સંતાનો સાથે શાળાના પ્રોગ્રામ દરમિયાન કે પછી સંતાનો સાથે વેકેશન માણવા માટે અવારનવાર સાથે જોવા મળતા હતા. આ છેલ્લા ત્રણ વરસમાં બંને વારંવાર પાર્ટી, ફેમિલી ગેટ ટુ ગેધર, ડિનર અને વેકેશન પર સાથે જતા જોવા મળ્યા છે.

3

રસપ્રદ વાત એ છે કે, છૂટાછેડા રીતિક અને સુઝેનના છૂટાછેડા બોલીવૂડના સૌંથી મોંઘા છૂટાછેડા છે. રીતિકે સુઝેનથી છુટા થવા માટે રૂપિયા 400 કરોડ ભરણપોષણ પેટે આપવા પડયા હતા. કોઈને કલ્પના પણ ના આવે એટલી રકમ આપીને રીતિકે છૂટાછેડા લીધા હતા. હવે બંને ફરી પરણવા વિચારે છે.

4

રીતિક અને કંગના રનૌતનો વિવાદ ચગ્યો હતો ત્યારે સુઝેન પતિની પડખે ઉભી રહી હતી. તેણે પોતાની તરફથી પતિ પ્રત્યે ભરોસો હોવાની સ્પષ્ટતા કરી હતી. જો કે સુઝાનને અર્જુન રામપાલ સાથે અફેર હોવાની ચર્ચા ચાલી હતી. રીતિકને પણ કંગના ઉપરાંત પ્રિયંકા ચોપરા સાથે અફેર હોવાના સમાચાર આવ્યા કરતા હતા.

5

રીતિક અને સુઝાને 2014માં છુટાછેડા લીધા હતા. એ પછી આ કપલ પોતાના સંતાનો ખાતર મળતા રહ્યાં છે. એક જાણીતા અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આ કપલ હાલ ફરી સાથે રહેવા માટે વિચાર કરી રહ્યું છે. તેમણે પોતાના સંતાનોના ભવિષ્ય ખાતર ફરી લગ્ન કરવાનું પણ નક્કી કર્યું છે.

6

મુંબઈઃ બોલીવુડમાં ઝડપથી સંબધો બંધાયા છે ને ઝડપથી તૂટે પણ છે. સુપરસ્ટાર રીતિક રોશન અને સુઝેન ખાનના સંબધોમાં પણ એવું જ થવાની શક્યતા છે. ચાર વર્ષ પહેલાં ડિવોર્સ લેનારૂં આ કપલ ફરી પોતાના સંબંધને એક તક આપે એવી શક્યતા છે.

  • હોમ
  • મનોરંજન
  • પત્નિને 400 કરોડ આપીને ડિવોર્સ લેનારો બોલીવુડનો આ સુપરસ્ટાર પાછો તેને જ પરણશે, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.