મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રૉફની ફિલ્મ 'વૉર'એ પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી કરી બોલીવૂડના તમામ રેકોર્ડ તોડ્યા હતા. હવે આ ફિલ્મની બીજા દિવસની કમાણી આંકડા પણ આવી ગયા છે. આ એક્શન ફિલ્મે બીજા દિવસે પણ બંમ્પર કમાણી કરી છે. બે દિવસમાં આ ફિલ્મ કુલ 77.70 કરોડની કમાણી કરી છે.
'વૉર' હિન્દીની સાથે તામિલ અને તેલૂગૂમાં રિલીઝ થઈ છે. ગાંધી જયંતીની રજાનો ફાયદો આ ફિલ્મને મળ્યો અને આ ફિલ્મે પ્રથમ દિવસે તમામ ભાષાઓમાં મળી કુલ 53.35 કરોડની કમાણી કરી હતી. હિન્દી વર્ઝનને 51.60 કરોડ અને તામિલ અને તેલૂગૂ વર્ઝને 1.75 કરોડની કમાણી કરી, જ્યારે બીજા દિવસે ફિલ્મે 24.35 કરોડની કમાણી કરી છે. હિન્દી વર્ઝને 23.10 કરોડ અને તામિલ અને તેલૂગૂ વર્ઝને 1.25 કરોડની કમાણી કરી છે.
પ્રથમ દિવસની તુલનામાં ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો છે પરંતુ વર્કિગ ડે હોવાના કારણે આ આંકડો સારો માનવામાં આવી રહ્યો છે. આજે શુક્રવાર છે અને આવતા બે દિવસની રજાઓનો ફાયદો આ ફિલ્મને મળશે. ત્યાર બાદ દશેરાની રજા હોવાથી એનો પણ ફાયદો થશે. આ ફિલ્મને સારા રિવ્યૂ મળ્યા છે અને દર્શકો પણ પસંદ કરી રહ્યા છે, એવામાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ બનાવી શકે છે.
ફિલ્મ 'વૉર'ની કમાણીમાં બીજા દિવસે ઘટાડો, જાણો ઋતિક અને ટાઈગરની ફિલ્મનું કલેક્શન
abpasmita.in
Updated at:
04 Oct 2019 04:26 PM (IST)
ઋતિક રોશન અને ટાઈગર શ્રૉફની ફિલ્મ 'વૉર'એ પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી કરી બોલીવૂડના તમામ રેકોર્ડ તોડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -