આ વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે, વાયુસેના પાકિસ્તાનના બાલાકોટમાં રાતના અંધારામા ઘૂસી અને પછી આતંકી કેમ્પોને નષ્ટ કરી રહી છે. મિરાજ વિમાનો દ્વારા આતંકી કેમ્પો પર બૉમ્બમારો કરાઇ રહ્યો છે.
નોંધનીય છે કે, આ વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફની ટુકડી પર હુમલો કર્યો હતો. બાદમાં 26 ફેબ્રુઆરીએ વાયુસેના બદલો લેવા માટે બાલાકોટમાં ઘૂસી અને જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓને તબાહ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં થયેલી એરસ્ટ્રાઇકના 7 મહિના બાદ બાલાકોટ એરસ્ટ્રાઇકનો વીડિયો સામે આવ્યો છે.