પ્રિયા વોરીયરના ગીતમાં પયગંબર સાહેબનો ઉલ્લેખ હોવાનો આક્ષેપ કરી નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ ફરિયાદ પ્રિયા પ્રકાશ વિરૂદ્ધ નહીં પરંતુ તેના ગીતની વિરૂદ્ધ છે. ફરિયાદ અનુસાર ‘Manikya Malaraya Poovi’ના બોલમાં મુસ્લિમ સમાજની ધાર્મિક ભાવનાઓ દુભાવી છે. ફરિયાદ હૈદ્રાબાદના ફારૂખનગરના રહેવાસીએ નોંધાવી છે. સૂત્રો અનુસાર પોલીસ આ કેસમાં પ્રાથમિક તપાસ બાદ તેને સાઈબર ક્રાઈમને સોંપી શકે છે.
માનિક્ય મલારાયા પૂવી સોંગમાં પ્રિયા પ્રકાશ અને રોશન અબ્દુલ રૌફ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પ્રિયા રૌફને આંખ મારતી જોવા મળે છે. બંને સ્કૂલ સ્ટુડન્ટ્સના ડ્રેસમાં જોવા મળે છે. આ ગીતને શાન રહેમાને કમ્પોઝ કર્યું છે અને વિનીત શ્રીનિવાસને તેને અવાજ આપ્યો છે.
હૈદ્રાબાદઃ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર પોતાના એક વીડિયોને કારણે રાતો રાત સ્ટાર બની ગઈ છે. તેની પોપ્યુલારિટી ખૂબ વધી ગઈ છે. હવે આ ગીતને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગીતના બોલમાં ઉપયોગમાં લેવાયેલ કેટલાક શબ્દો પર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશના હૈદ્રાબાદમાં ફરિયાદ નોંધાઈ છે.
રિપોર્ટ્સ પ્રમાણે, અબ્દુલ મતીક ખાન અને કેટલાંક અન્ય યુવાઓએ ફિલ્મના સોંગને લઇને વાંધો દર્શાવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગીતની લાઇન્સમાં ઇશનિંદા કરવામાં આવી છે અને તેમાં મોહમ્મદ પયગંબરનો ઉલ્લેખ છે. ફરિયાદ કરનારાઓનું કહેવું છે કે લિરિક્સમાંથી મોહમ્મદ પયગંબરનું નામ હટાવવામાં આવે. પોલીસે કહ્યું કે કેસની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
ફિલ્મના ડાયરેક્ટર ઓમર લુલુ છે. તેમનો દાવો છે કે આ ગીતમાં કશુંપણ વાંધાજનક નથી. રિપોર્ટ્સ પ્રમાણે, ઓમર લુલુએ કહ્યું- આ માલાબાર એરિયામાં લગ્ન સમારંભોમાં ગાવામાં આવતું ખૂબ જ સામાન્ય ગીત છે. અમને મીડિયા દ્વારા જાણ થઇ કે તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. 1973 પછી આ ગીત સતત ગાવામાં આવી રહ્યું છે. આ ગીતમાં મોહમ્મદ પયગંબર વિશે કંઇપણ વાંધાજનક નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -