બોલિવૂડ એક્ટરનો ચોંકાવનારો ખુલાસો, ‘હું મારા હનીમૂન પરથી ભાગી ગયો હતો’
ફિલ્મ ‘રેડ’માં અજય દેવગણ ઈનકમ ટેક્સ ઓફિસના પાત્રમાં નજર આવી રહ્યો છે. આ ફિલ્મ લખનઉ પર બેઝ્ડ છે અને એક સાચી ઘટના પર આધારિત છે.
પોતાના લગ્ન અને હનીમૂન વિશે જણાવતા અજયે કહ્યું કે, મેં તો અડધા કલાકમાં જ લગ્ન કરી લીધા હતા, તે પણ મારા ઘરના ધાબા પર. રૂમની બહાર નીકળ્યો, લગ્ન કર્યા અને પાછો રૂમમાં જતો રહ્યો. હનીમૂન માટે મેં અને કાજોલે 2 મહિનાની રજા લીધી હતી. અમે દુનિયા ફરવા નીકળ્યા હતા પરંતુ થયું એવું કે હું પોતાના હનીમૂનના એક મહિનામાં જ ભાગીને પાછો આવી ગયો હતો. હકીકતમાં અમને બે મહિનાની રજાઓ લાંબી લાગી રહી હતી.’
સમય સાથે બદલાયેલા ફિલ્મ પ્રમોશનની રીત વિશે અજય જણાવે છે કે, ઝડપથી બદલાતા માહોલમાં મેં મારી જાતને ખૂબ વધારે બદલ્યો નથી. હવે હું થોડી-ઘણી વાતો કરી લઉં છું. જેથી ફિલ્મના પ્રમાશનમાં ફાયદો થાય. સાચું કહું તો મને એવું લાગે છે જ્યારે શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે દર્શકો નક્કી કરે છે કે તેમણે કોઈ ફિલ્મ જોવી છે કે નહીં. આજની પરિસ્થિતિમાં ફિલ્મને લઈને દર્શકો વચ્ચે ખૂબ ચર્ચા થાય છે, ત્યારે ફિલ્મનું સૌથી મોટું પ્રમોશન થાય છે.
મુંબઈઃ બોલિવુડના જાણીતા અભિનેતા અજય દેવગન આજે પોતાની રિલીઝ માટે તૈયાર ફિલ્મ રેડના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે અજય દેવગને એક હિન્દી વેબસાઈટ સાથેની વાતચીતમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અજય દેવગને જણાવ્યું કે, પોતાના હનીમૂન દરમિયાન તે અધવચ્ચેથી જ ભાગી ગયો હતો. તેને હનીમૂનની રજા તેને ખૂબ જ વધારે લાગવા લાગી હતી.