ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતની ચાર દિવસીય યાત્રા પર, પ્રોટોકોલ તોડી PM મોદીએ કર્યું સ્વાગત
નવી દિલ્લી: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેલ્યુએલ મેક્રોન શુક્રવારે મોડી રાતે પોતાના ચાર દિવસીય પ્રવાસ પર ભારત આવી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડી ઈમેન્યુએલ મેક્રોનનું સ્વાગત કર્યું હતું. પોતાની ચાર દિવસીય યાત્રા દરમિયાન મેક્રોન ઉત્તર પ્રદેશ અને વારાણસીની પણ મુલાકાત લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન પોતાની ચાર દિવસીય યાત્રા પર પોતાની પત્ની સાથે આવ્યાં છે. મેક્રોનનું સ્વાગત પીએમ મોદીએ પ્રોટકોલ તોડીને કર્યું હતું. મેક્રોનની આ પ્રથમ ભારત યાત્રા છે. મેક્રોની આ યાત્રા દરમિયાન બન્ને દેશોના સંબંધો અને કેટલીક મહત્વની સમજૂતીઓ પર હસ્તાક્ષર થઈ શકે છે.
ઉલ્લેનીખય છે કે ભારત અને ફ્રાંસ વચ્ચે રાજનીતિક, વેપાર અને ન્યૂક્લિયર ઉર્જા જેવી દ્વિપક્ષીય મુદ્ધા પર ચર્ચા થઈ શકે છે. મેક્રોન પોતાની આ યાત્રા દરમિયાન 12 માર્ચે કાશીની મુલાકાત લેશે. તેના પહેલા મિર્ઝાપુરમાં ફ્રાંસની કંપનીની મદદથી બનનારા 650 કરોડના સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ યાત્રા દરમિયાન પીએમ મોદી તેમની સાથે રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -