આધારનો મિસયૂઝ કરવા પર આ કંપની પર RBIએ ફટકાર્યો 5 કરોડનો દંડ
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ એસબીઆઈ પર દંડ ફટકાર્યા બાદ હવે એરટેલ પેમેન્ટ બેંક પર 5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ આ દંડ બેન્કિંગ ઓપરેશન્સ સાથે જોડાયેલ દિશા નિર્દેશ અને પોતાના ગ્રાહકોને કેવાયસી નિયમોના ઉલ્લંઘન કરવા પર લગાવ્યો છે. આરબીઆઈએ એરટેલ પર આ દંડ બેંકના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ લગાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રાહકોની ફરિયાદ હતી તે તેમની મંજૂરી વિના જ એરટેલ પેમેન્ટ્સ બેંકે તેમના એકાઉન્ટ્સ ખોલી નાખ્યા. એરટેલના ગ્રાહકો જ્યારે પોતાના આધારને સિમ સાથે લિંક કરાવ્યું તો પેમેન્ટ્સ બેંકમાં તેમનું ખાતું ખોલી દેવામાં આવ્યું.
રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય રિઝર્વ બેન્કે 7 માર્ચ 2018 પર એરટેલ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને 5 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. તેના પર આ દંડ કેન્દ્રિય બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા કેવાયસી નિયમો અને પેમેન્ટ્સ બેંકે વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા પર લગાવવામાં આવ્યો છે.
તેને લઈને મીડિયામાં પણ ખબરો આવી હતી. જેના પર રિઝર્વે બેંકે 20-22 નવેમ્બર 2017 પર બેંકમાં તપાસ માટે નિરિક્ષણ કર્યું હતું. નિરિક્ષણ રિપોર્ટ મુજબ બેંકના દસ્તાવેજોમાં જાણવા મળ્યું કે, તેણે KYC નિયમો અને ચુકવણી બેંક ઓપરેટીંગ માર્ગદર્શિકાઓનું ધ્યાન રાખ્યું નહોતું.
બાદમાં રિઝર્વ બેંકે 15 જાન્યુઆરીએ કંપનીને કારણ બતાવો નોટિસ પાઠવી હતી અને બેંકના જવાબનું આકલન કર્યા બાદ તેના પર આ દંડ લગાવવાનો નિર્ણય લેવાયો છે. એરટેલ પેમેન્ટ્સ બેંક પાછલા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -