કોરોના પોઝિટિવ હોવા છતાં ન છોડ્યો પતિનો સાથ, હવે એક્ટરની પત્નીને પણ લાગ્યો ચેપ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Mar 2020 08:11 AM (IST)
આ પહેલા આલ્બાએ પોતાની પત્નીના નિર્ણય પર પણ પોતાનો મત રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે, મારી પત્ની મારી સાથે રહેવા માગે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ હાલ સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઈ રહ્યો છે ત્યારે અનેક હોલિવૂડ સ્ટાર્સ પણ આ વાયરસની ઝપટમાં આવ્યાં છે. હોલિવૂડ એક્ટર અને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ સ્ટાર ઈદરીશ આલ્બા પછી તેની પત્ની સબરીના ઘોવરે એલ્બાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઈદરીશ આલ્બાએ સોશિયલ મીડિયા પર વિડીયો શૅર કરીને આ વાતની પુષ્ટિ કરી હતી કે તે કોરોના પોઝિટિવ છે. હકીકતમાં ઈદરીશ આલ્બા કોરોના પોઝિટિવ થયા પછી પોતાની જાતને આઈસોલેટ કરી હતી. જોકે, તેની પત્ની સબરીના ઘોવરે આલ્બા તેની દેખભાળ કરવા માટે તેની પાસે જ રહી હતી. હવે તેનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પહેલા આલ્બાએ પોતાની પત્નીના નિર્ણય પર પણ પોતાનો મત રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે, મારી પત્ની મારી સાથે રહેવા માગે છે. હું નથી ઇચ્છતો કે તે મારી સાથે રહે પરંતુ તે આમ કવા માગે છે. હું તેને ખૂબ જ પ્રેમ કરું છું અને હું પણ આ સ્થિતિમાં હોત તો તેની સાથે આવું જ કરત. તો અમે જોખમ લીધું અને સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. મના આશા છે કે તમે લોકો અમને સમજશો. નોંધનીય છે કે, આલ્બા પહેલા હોલિવૂડ સુપરસ્ટાર ટોમ હેક્સ અને તેની પત્ની પણ આ વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. હેંક્સ ઉપરાંત જેમ્સ બોન્ડ ફિલ્મમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ Olga Kurylenkoએ પણ ફેન્સ અને શુભચિંતકોને જાણકારી આપી હતી કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે. ઉપરાંત ઐશ્વર્યા રાયની સાતે કામ કરી ચૂકેલ એક્ટ્રેસ ઇન્દિરા વર્માએ પણ એક પોસ્ટની મદદથી કહ્યું હતું કે તે કોરોના પોઝિટિવ છે.