જે હેઠળ જરૂરી અને પ્રાથમિક સેવાઓને બાદ કરતા તમામ સેવાઓ પુરી રીતે બંધ રહેશે. નોંધનીય છે કે દિલ્હી અને એનસીઆરમાં કોરોનાના વધતા ફેલાવાના કારણે દિલ્હી મેટ્રોને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 354 કેસ સામે આવ્યા છે. રવિવારે બે લોકોના મોત સાથે દેશમાં સાત લોકોના મોત થયા છે.
દિલ્હીમાં ડીટીસી સેવા પર પ્રતિબંધ ફક્ત 25 ટકા બસો દોડ઼શે. હોસ્પિટલ, ફાયર બ્રિગ્રેડ, વિજળી-પાણી અને સાફસફાઇ વિભાગ ચાલુ રહેશે. પેટ્રોલ પણ ખુલ્લા રહેશે.