નવી દિલ્હીઃ કોરોના વાયરસથી ભારતમાં અ્તયાર સુધી સાતના મોત થયા છે અને કુલ 396 લોકોને તેનો ચેપ લાગ્યો છે. દેશમાં સતત આ જીવલેણ વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. દરરોજ તેના સંક્રમિત લોકોની અને મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં રવિવારે ત્રણના મોત થયા હતા. ગુજરાતના સૂરતમાં 67 વર્ષના વૃદ્ધનું મોથ થયું હતું. આ પહેલા બિહાર અને મહારાષ્ટ્રમાં પણ 1-1નું મોત થયું હતું.


બિહારમાં કોઈ કેસ નહીં પરંતુ પ્રથમ મોત

તમને જણાવીએ કે, બિહારમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ પ્રથમ મોતના અહેવાલ છે. કહેવાય છે કે, પટનાની એમ્સમાં એક 38 વર્ષની વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિ મુંગેરનો મૂળ નિવાસી હોવાનું કહેવાય છે. જાણકારી અનુસાર આ વ્યક્તિ કતરથી બિહાર આવ્યો હતો.

એમ્સના ડોક્ટરો અનુસાર આ વ્યક્તિનું મોત કિડની ફેલ થવાને કારણે થયું છે. જ્યારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે બિહારમાં હજુ સુધી એકપણ સંક્રમણનો કેસ સામે આવ્યો નથી. આ વ્યક્તિનું નામ સૈફ અલી હતું જેનું મોત રવિવારે સવારે થયું હતું અને સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બિહાર એમ્સના પ્રમુખ પ્રભાત કુમારે આ વાતની પુષ્ટિ કરી છે.

ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ એક વ્યક્તિનું મોત કોરોનાને કારણે થયું છે. એવામાં ભારતમાં કુલ મોતનો આંકડો 7 થઈ ગયો છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા  396એ પહોંચી ઈ છે. તમને જણાવીએ કે, દેશમાં સૌથી વધારે સંક્રમિત લોકોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 63 છે. જ્યારે કેરળમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 52 છે. આ પહેલા પણ મહારાષ્ટ્રમાં એક મોત થયું છે.

31 માર્ચ સુધી દિલ્હીમાં તાળાબંધી

કોરોના વાયરસને કારણે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 31 માર્ચ સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં તાળાબંધીની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, સોમવારે 6 વાગ્યાથી દિલ્હીની અંદર તાળાબંધી લાગુ કરવામાં આવશે જે 31 માર્ચ સુધી લાગુ રહેશે. કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં ચાલે. તેમણે કહ્યું, દિલ્હીમાં અત્યાર સુધી 27     કેસ સામે આવ્યા ચે. તેમાંથી 6ને વાયરસ એકબીજાથી ફેવાયો છે, 21 વિદેશથી વાયરસથી સંક્રમિત થઈને આવ્યા છે.