IIFA 2022 Winners:  ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ્સ 2022 સમાપ્ત થઈ ગયો છે. આ સાથે, IIFA એવોર્ડ્સ 2022 ના વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. આઈફાની 22મી સીઝન, અબુ ધાબીના યસ આઈલેન્ડમાં ચાલી રહી છે, જે 2 જૂનથી શરૂ થઈ હતી અને 4 જૂન સુધી ચાલી હતી. જ્યાં દરરોજ રાત્રે સ્ટાર્સ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.IFA 2022માં બેસ્ટ એક્ટર,બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ફિલ્મનું નામ પણ સામે આવ્યું છે.


અભિનેતા વિકી કૌશલે IIFA 2022 બેસ્ટ એક્ટરનો ખિતાબ જીત્યો છે. વિકી કૌશલને ફિલ્મ સરદાર ઉધમ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. વર્ષ 2020ની શરૂઆતમાં, વિકી કૌશલને ફિલ્મ સંજુમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની શ્રેણીમાં આઈફા એવોર્ડ પણ મળ્યો હતો.






અભિનેત્રી કૃતિ  સેનને IIFA 2022 બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જીત્યો છે. કૃતિ સેનનને તેની ફિલ્મ 'મીમી' માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કૃતિને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવા માટે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને સ્ટેજ પર બોલાવવામાં આવી હતી.






આઇફા 2022 ની બેસ્ટ ફિલ્મ વિશે વાત કરીએ તો ટેગ ફિલ્મ 'શેરશાહ'ને બેસ્ટ ફિલ્મનો દરજ્જો મળ્યો. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મળ્યો છે.


 






જ્યારે IIFA સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ અભિનેતા પંકજ ત્રિપાઠીએ જીત્યો છે. આ સાથે તમામ કેટેગરીના વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવી છે.