પ્રેગ્નેન્સીની ખબરો પર આખરે આ એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
ઈલિયાના અગાઉ પણ કહી ચૂકી છે કે, લિવ ઈન રિલેશન અને લગ્નમાં તફાવત નથી. એક કાગળનો ટુકડો હોય છે જે તમને એકબીજાથી છૂટા પાડે છે. લગ્ન ઘણાં લોકો માટે ખાસ હોય છે, લગ્ન બાદ જીવનમાં ઘણાં બદલાવ આવે છે. પરંતુ હું તેને એ રીતે નથી જોતી. મારો એંડ્રુ પ્રત્યેનો પ્રેમ કદી નહીં બદલાય.
ઈલિયાનાએ કહ્યું કે, “મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બહુ સારી ચાલી રહી છે. હું મારી પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખું છું. મને નથી લાગતું કે મારા આ અંગે કોઈ કમેન્ટ કરવી જોઈએ. દુનિયામાં જોવા માટે બીજું ઘણું છે.”
તો ઈલિયાનાએ બીજી તસવીર શેર કરતાં ખુલાસો કર્યો કે તે પ્રેગ્નેન્ટ નથી. આખરે ઈલિયાનાએ પોતાની પ્રેગ્નેન્સીની ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકી દીધું. જો કે તેના લગ્નને લઈને હજુ પણ ચર્ચાઓ ચાલે છે.
ઈલિયાનાની આ તસવીર બોયફ્રેંડ એંડ્રુ નિબોને લીધી છે. પહેલી તસવીરમાં ઈલિયાનાએ લખ્યું કે, ”સારી વસ્તુઓને અંદર લો અને ખરાબને બહાર કાઢો”
નવી દિલ્હીઃ વિતેલા થોડા સમયથી ઈલિયાના ડીક્રૂઝ પ્રેગ્નેન્સીના અહેવાલને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા ઇલિયાનાના બોયફ્રેન્ડ એન્ડ્રૂ નિબોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઇલાયાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે બાથટબમાં જોવા મળી રહી હતી. ત્યાર બાદથી જ સોશિયલ મીડિયા પર ઇલિયાના પ્રેગ્નેન્ટ હોવાના અહેવાલ મળી રહ્યા હતા પરંતુ હાલમાં ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીર મૂકીને અહેવાલને અફવા ગણાવી હતી.