IPL 2018: કિંગ્સ ઈલેવન જીતશે તો હું...............પ્રિતી ઝિન્ટાએ શું કહ્યું ?
મુંબઈ: આઈપીએલ 2018નો ઉત્સાહ ચાહકોમાં જોવા મળી રહ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. અશ્વિનના કેપ્શનશીપની આગેવાનીમાં પંજાબ હજુ સુધી લીગમાં રમાયેલ 5 મેચમાંથી 4 મેચ જીતી ગઈ છે. પંજાબે ઓપનર્સે બહુ જ અંતર પેદા કર્યું છે. જેનું કારણ છે ટીમનું સારું પ્રદર્શન સામે જોવા મળી રહ્યું છે. પોતાની ટીમનું પ્રદર્શનથી ખુશ પ્રિટી ઝિંટાએ વચન આપ્યું છે કે જો KXIP આ વખતે આઈપીએલનો ખિતાબ જીતશે તો તે કંઈ સ્પેશિયલ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિંપલ ગર્લે રાહુલના સવાબનો જવાબ આપતાં કહ્યું હતું કે, મેં કંઈક ખાસ કરવાની યોજના બનાવી છે. જે હું તમને નહીં બતાવીશ. અમે અહીં ખિતાબ જીતવા વિશે વિચારી રહ્યા છીએ. જો અમે ખિતાબ જીતશું તો હું કંઈક ખાસ વસ્તુ કરીશ.
કેકેઆરે 20 ઓવર્સમાં 191 રન બનાવ્યા હતાં. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબમાંથી ગેઈલ અને રાહુલની ધમાકેદાર બેટિંગથી 8.2 ઓવરમાં જ 96 રન બનાવી લીધા હતાં. જોકે તે સમયે જ વરસાદને કારણે મેચ બંધ કરવી પડી હતી.
કિંગ્સ ઈલેવન પંજાબે હજુ સુધી એકવાર પણ આઈપીએલનો ખિતાબ જીત્યો નથી. આ વખતે તેની પાસે ઘણાં સારા ખેલાડીઓ છે અને સારી વાત એ છે કે તે ખેલાડીઓ સારું પ્રદર્શન પણ કરી રહ્યા છે. પંજાબે ક્રિસ ગેઈલને બે કરોડમાં ખરીદ્યો હતો. યૂનિવર્સ બોસે શાનદાર પ્રદર્શન કરતા ફક્ત ત્રણ મેચમાં જ ઓરેન્જ કેપ હાંસિલ કરી લીધી હતી.
ડકવર્થ લૂઈસના નિયમ પ્રમાણે મેચ 13 ઓવરની કરી દેવામાં આવી હતી. ત્યારે KXIPનો લક્ષ્યાં 125 જ હતો, ગેઈલ અને રાહુલ સામે 28 બોલમાં 19 રન જ બનાવવાના હતા જે પંજાબે એક વિકેટના નુકશાન પર સરળ જીત મેળવી લીધી હતી.
જોકે, પંજાબે શનિવારે કેકેઆરને વરસાદને કારણે મેચમાં 9 વિકેટે પરાજય આપ્યો હતો. મેચ બાદ રાહુલ અને પ્રિટી ઝિંટાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જેમાં બંન્ને એક બીજા સાથે સવાલના જવાબો આપ્યા. રાહુલે યાદ કર્યું હતું જ્યારે કેકેઆરે ખિતાબ જીત્યો હતો ત્યારે શાહરૂખ ખાને કાર્ટવ્હીલ કર્યું હતું. રાહુલે આ સવાલ બોલિવૂડ ડીવાને કર્યો હતો કે તે પંજાબ ખિતાબ જીતશે તો શું સ્પેશિયલ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -