દંગલનો ચીનમાં ડંકો, સલમાન-શાહરૂખને પછાડી આગળ નીકળ્યો આમિર
નવી દિલ્લી: આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ ભારતમાં હિટ થયા બાદ હવે ચીનમાં પણ રેકોર્ડતોડ કમાણી કરી છે. જેટલી લોકપ્રીયતા આ ફિલ્મે ભારતમાં હાંસલ કરી છે તેટલી તેને ચીનમાં પણ મળી છે. રિપોર્ટ અનુસાર ચાઈનીઝ IMDBના વાર્ષિક સર્વેમાં પણ ‘દંગલ’ ટોપ પર રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએએનઆઈના રિપોર્ટ મુજબ, ફિલ્મે માત્ર ભારત અને ચીનમાંજ નહીં પણ અમેરિકા, કેનેડા, યૂકે, ઓસ્ટ્રેલિયા,યૂએઈ, તાઈવાન અને અન્ય દેશોમાં પણ સારી એવી કમાણી કરી છે. જુલાઈમાં ફિલ્મના પ્રવક્તાએ આ વાતની સ્પષ્ટતા કરી હતી કે દુનિયાભરમાં બે હજાર કરોડની કમાણી કરી છે.
‘દંગલ’ પહેલી એવી ફિલ્મ છે જેણે ઘર આંગણે બોક્સ ઓફિસ જેવી રેકોર્ડતોડ કમાણી વિદેશી બોક્સ ઓફિસ પર પણ કરી છે. ‘દંગલ’ ચીનમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ છે.
‘દંગલ’ ફિલ્મને નિતેશ તિવારીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મ 23 ડિસેમ્બર, 2016માં રિલીઝ થઈ હતી. ફિલ્મ ભારતીય કુસ્તીબાજ મહાવીર ફોગોટની બાયોપિક છે. ફિલ્મમાં આમિર ખાનની એક્ટિંગ અને લુકને ખૂબજ પસંદ કરવામાં આવ્યો હતો. આ દિવસોમાં ઍવોર્ડ સમારોહમાં પણ ‘દંગલ’ ફિલ્મનો જલવો જોવા મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -