મુંબઈ: અભિનેતા વિક્રાંત મૈસી હાલ પોતાની આગામી ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં બહુ જ વ્યસ્ત છે. વિક્રાંત હાલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બન્ને લાઈફના સારા દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યાં ‘છપાક’માં તે દીપિકા પાદુકોણની સાથે લીડ રોડમાં જોવા મળશે. તેણે પર્સનલ લાઈફ વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યાં છે.
વિક્રાંતે એક અંગ્રેજી વેબસાઈટ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે એટલે 2020માં લગ્નગ્રંથીથી જોડાઈ જશે. તમને જણાવી દઈએ કે, વિક્રાંત મૈસી છેલ્લા ઘણાં સમયથી મોડલ અને અભિનેત્રી શીતલ ઠાકુરને ડેટ કરી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ બન્નેએ સગાઈ પણ કરી લીધી છે.
વિક્રાંત અને શીતલ વર્ષ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યાર બાદ તે બન્ને બહુ સમય સુધી પોતાના રિલેશનને મીડિયા અને લાઈમ લાઈટથી દૂર રહ્યા હતાં. જોકે 2017માં તે બન્ને એક સોશિયલ મીડિયામાં પોતાના રિલેશનશીપને ઓફિશિયલ જાહેરાત કરી હતી.
તમને જણાવી દઈએ કે, ‘છપાક’ પહેલા વિક્રાંતને વેબ સીરિઝ મિર્જાપુર અને ‘ડેથ ઈન ધ ગંજ’ માટે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ફિલ્મોની વાત કરવામા આવે તો વિક્રાંત ‘છપાક’ની સાથે સાથે ‘કાર્ગો’માં પણ જોવા મળશે. આ ફિલ્મને અનુરાગ કશ્યપ અને શ્લોક શર્મા પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં તે શ્વેતા ત્રિપાઠી સાથે જોવા મળશે.
બોલિવૂડનો કયો અભિનેતા પોતાની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે આ વર્ષે લગ્ન કરશે? જાણો વિગત
abpasmita.in
Updated at:
04 Jan 2020 03:14 PM (IST)
વિક્રાંત મૈસી છેલ્લા ઘણાં સમયથી મોડલ અને અભિનેત્રી શીતલ ઠાકુરને ડેટ કરી રહ્યો છે. વિક્રાંત મૈસી હાલ પોતાની આગામી ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં બહુ જ વ્યસ્ત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -