ટેલિવૂડ:

છેલ્લા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરનાર શોમાં આ હપ્તામાં એવું થવા જઇ  રહ્યું છે. જેની દર્શકોને વર્ષોથી રાહ હતી. જેઠાલાલ અને બબીતાનો વન એન્ગલ સૌ કોઇ પસંદ કરી રહ્યાં છે. જો કે હવે દર્શકોને એ જાણીને ખુશી થશે કે, બહુ જલ્દી જેઠાલાલ બબીતાને સામે તેમની લાગણીનો એકરાક કરવાના છે.



જેઠાલાલે કહ્યું બબીતાજીને આઇ લવ યૂ

શોના પ્રોમોમાં જોવા મળે છે કે, જેઠાલાલ બબીતાને આઇ લવ યૂ કહી રહ્યાં છે. જો કે જેઠાલાલ જેવા પ્રેમનો એકરાર કરવા જાય છે કે, તરત જ બાપુજી આવી જાય છે અને જેઠાલાલ પર ગુસ્સે ભરાઇ છે. બાપુજીનો ગુસ્સો એટલો વધી જાય છે કે, તે લાકડી લઇને તેની પાછળ દોડે છે. બાપુજી કહે છે, તારી હિંમત કેવી રીતે થઇ બબીતાને આઇ લવ યુ કહેવાની

નાટકનું રિહર્સલ


જેઠાલાલ બબીતા સામે આઇ લવ યૂ કહે છે તે વાત સાચી છે પરંતુ  બબીતા જેઠાલાલ દિલની વાત કહે છે તે વાત ખોટી છે.  કારણ કે અહીં તે માત્ર નાટકનું રિહર્સલ કરી રહ્યાં છે. જો કે એ વાત સાચી છે કે, જેઠાલાલ બબીતાના ખૂબ જ પસંદ કરે છે અને તેને મળવાના નવા નવા બહાના શોઘતા રહે છે.