ગયા મહિને રીલીઝ થઈને 200 કરોડની કમાણી કરનારા આ ફિલ્મ સ્ટારને ત્યાં પડી ઈન્કમટેક્સની રેડ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ રૂપિયા 200 કરોડની કમાણી કરનારી ફિલ્મોની ક્લબમાં સામેલ થઇ ગઇ છે અને ફિલ્મ રૂપિયા 250 કરોડનો આંકડો પાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. બીજી તરફ આ ફિલ્મનાં હિરો યશનાં ઘરે ઇન્કમટેક્સની રેડ પડતાં સનસનાટી મચી છે.
આ દરોડા બેંગલુરૂ અને તેની આસપાસનાં વિસ્તારમાં પાડવામાં આવ્યા છે. ફક્ત યશનાં ઘરે જ નહીં પણ આશરે 25 અન્ય આસપાસની જગ્યા પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા કાળાં નાણાં અંગે વ્યાબક માહિતી મળતાં પાડવામાં આવ્યા છે.
કન્નડ ફિલ્મ એક્ટર યશ ઉપરાંત શિવ રાજકુમાર, સુદીપ, પુનીત રાજકુમાર અને વિજયને ત્યાં પણ દરોડા પડ્યા હતા. તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સનાં અધિકારી તેમની સંપત્તિની તપાસ કરી રહ્યાં છે અને કરોડોની બેહિસાબી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે.
મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો ગયા મહિને રીલીઝ થઈ હતી. આ ફિલ્મ બહુ ચાલી નહીં પણ તેની સાથે જ રીલીઝ થયેલી ફિલ્મ ‘KGF: Chapter 1’ રિલીઝ થતાં જ હીટ થઈ ગઈ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -