ઓસ્ટ્રેલિયાથી ભારત આવેલા રોહિત શર્માએ શેર કરી દીકરીની પહેલી ઝલકની તસવીર
નવી દિલ્હીઃ ભારતની વનડે અને ટી20ના ઉપ-કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા તાજેતરમાં જ પહેલીવાર પિતા બન્યો, રીતિકા સજદેહે રવિવારે (30 ડિસેમ્બરે) દીકરીને જન્મ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને રીતિકા સજદેહે 13 ડિસેમ્બર, 2015ના રોજ લગ્ન કર્યા હતા. દીકરીના જન્મને લઇને રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મીસ કરી દીધી હતી. જોકે હવે વનડે ટીમમાં ફરીથી ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ જશે.
રોહિતે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક તસવીર શેર કરી, જેમાં તેની દીકરીએ તેનો અને રીતિકાનો હાથ પકડ્યો છે. આ તસવીર શેર કરતાં રોહિતે લખ્યુ, 'હેલો વર્લ્ડ, બધા માટે 2019 શાનદાર રહે.'
રોહિત પોતાની દીકરી અને પત્નીને મળવા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વચ્ચેથી જ ભારત પરત ફર્યો હતો. ગુરુવારે હિટમેન રોહિતે પોતાની દિકરીની પહેલી ઝલકની તસવીર શેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -