પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ નહીં રમવા પર ભારતને થશે મોટું નુકશાન
નવી દિલ્લી: પાકિસ્તાન સાથે લગભગ પાંચ-છ વર્ષોથી દ્વિપક્ષીય સીરીઝ ન રમવાના કારણે ભારતને મોટું નુકશાન ભોગવવું પડી શકે છે. તેના કારણે ભારત આવતા વર્ષે યોજાનાર એશિયા કપની યજમાની નહીં કરી શકે, ભારતે 2018ના જૂન મહિનામાં એશિયા કપની યજમાની કરવાની છે. પણ સરકારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ટને હજુ સુધી તેની મંજૂરી આપી નથી કે તે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરીઝ રમે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની સાથે દ્વિપક્ષીય સીરીઝ ન રમવા પર બીસીસીઆઈ પાસે 70 યૂએસ ડૉલરની માગ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ સરકારે અંડર 19 એશિયા કપમાં પણ પાકિસ્તાનની ટીમને આવવાની મંજૂરી આપી નથી. જેને લઈને ભારતથી તેની યજમાની છીનવાઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વખત દ્વિપક્ષીય સીરીઝ 2012-13માં રમાઈ હતી.
અગાઉ પણ બીસીસીઆઈના સંચાલન કરનાર પ્રશાસકોની સમિતિએ બંને દેશો વચ્ચે કોઈ અન્ય દેશમાં દ્વિપક્ષીય સીરીઝ રમાડવાની સંભાવનાઓને લઈને 21 નવેમ્બરે એક બેઠક યોજી હતી.પ્રશાસકોની બેઠક અનુસાર ભારત સરકારે હુજ પણ પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ભારત આવવાની મંજૂરી નથી આપી અને જો સરકાર આ મંજૂરી નહીં આપે તો બીસીસીઆઈએ એશિયાઈ ક્રિકેટ પરિષદને સૂચિત કરવું પડશે કે તે એશિયા કપના યજમાન માટે બીજો વિકલ્પ શોધે. ભારતીય બોર્ડ દ્વારા સીઓએને આપેલી જાણકારી અનુસાર એશિયાઈ કપના યજમાન ભારત ગુમાવી શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના અધિકારીઓનું માનવું છે કે ભારત જો પાકિસ્તાનની યજમાની નહીં કરે અને તેની સાથે દ્વિપક્ષીય સીરીઝ નહીં રમે તો એશિયા કપની યજમાની ભારત પાસેથી છીનવાઈ જશે. સરકારે ખરાબ કુટનીતિક સંબંધોના કારણે બોર્ડને હજુ સુધી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરીઝ રમવાની મંજૂરી આપી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -