ઇન્ડિયન આઇટલ 11ની જજ નેહા કક્કડનું કહેવું છે કે, આદિત્ય નારાયણ આ વર્ષે પોતાની ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં નેહાએ કહ્યું કે, આદિત્ય, એક સારી વ્યક્તિ છે. તેનું દિલ સોના જેવું છે અને મને એ વાતની ખુશી છે કે મારો ખાસ મિત્ર આદિત્ય આ વર્ષે લગ્ન કરવાનો છે. તે પોતાની રિયલ ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરશે. હું તેના માટે પ્રાર્થના કરું છું કે તેને ખૂબ ખુશીઓ મળે અને બન્નેનો સાથ હંમેશા રહે.
આ પહેલા અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આદિત્ય નારાયણે રિયાલિટી શો પર પોતાની અને નેહા કક્કડના લગ્નના અહેવાલો ફેક કહ્યા હતા. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે આ બંને વચ્ચેનું ફ્લર્ટિંગ શોના પ્રમોશન માટે હતું.
આ ઉપરાંત નેહા કક્કડ એક મ્યૂઝિક વીડિયોમાં આદિત્યની સાથે રોમાન્સ કરતી પણ જોવા મળી હતી. પરંતુ હવે તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે આ બંને વચ્ચે કંઈ રંધાઈ નથી રહ્યું પરંતુ માત્ર મિત્રતાનો જ સંબંધ છે.