ઈન્ડિયન આઈડલના મંચ પર સ્પર્ધકે નેહા કક્કરને જબરજસ્તી કરી લીધી કિસ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Oct 2019 10:09 PM (IST)
ઈન્ડિયન આઈડલના મંચ પરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સ્પર્ધક જજ નેહા કક્કરને જબરજસ્તી કિસ કરતો નજર આવી રહ્યો છે. વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ: લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શૉ ઇન્ડિયન આઈડલના મંચ પર દેશભરના લોકો પોતાના સપનાને પૂરા કરવા માટે પરફોર્મ કરતા હોય છે. ત્યારે આ સપ્તાહમાં એવું થવાનું છે કે, જે સૌ કોઈને ચોંકાવી દેશે. વાસ્તવમાં, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સ્પર્ધક જજ નેહા કક્કરને જબરજસ્તી કિસ કરતો નજર આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ શોના અન્ય જજ વિશાલ અને અનુ મલિકનું રિએક્શન પણ આવે છે. જો કે તેના પર શું એક્શ લેશે તે જોવું રહ્યું. વીડિયોને સોની ટીવીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં એક કંટેસ્ટેન્ટ ઘણાબધા ગિફ્ટ્સ લઈને સ્ટેજ પર પહોંચે છે અને એક-એક કરીને નેહા કક્કરને આપે છે, ગિફ્ટ લીધા બાદ નેહા તેને ગળે લગાવે છે ત્યારે કંટેસ્ટન્ટ નેહાના ગાલ પર કિસ કરી લે છે. તેના બાદ નેહા પોતાનો ચેહરો છુપાવીને ત્યાંથી દૂર ખસી જાય છે. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો પણ ચોંકી જાય છે. જો કે આગળ શું થાય છે તેના માટે આખો એપિસોડ જોવું પડશે. (તસ્વીર-ઇન્સ્ટાગ્રામ)