21મી સદીમાં પેદા થયેલા યશસ્વી જાસવાલ લિસ્ટ-એમાં બેવડી સદી ફટકનાર પ્રથમ ક્રિકેટર છે. યશસ્વી જાસવાલે 154 બોલની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 12 સિક્સ ફટકારી હતી. યશસ્વી પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એલન બોરોના નામે હતો. તેણે 1975માં સાઉથ આફ્રિકામાં ઘરેલુ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ત્યારે તેની ઉંમર 20 વર્ષ 273 દિવસ હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારનારો તે બીજો બેટ્સમેન છે. યશસ્વીએ 154 બોલમાં 203 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 12 છગ્ગા અને 17 ચોગ્ગા માર્યા હતા. આ અગાઉ 2014 યશસ્વી ચર્ચામાં આવ્યો હતો ત્યારે તેણે 12 વર્ષની ઉંમરમાં Giles Shield સ્કૂલ મેચમાં અંજુમન ઇસ્લામ હાઇસ્કૂલ તરફથી રમતા અણનમ 319 રન ફટકાર્યા હતા. એટલું જ નહી રાજા શિવાજી વિદ્યામંદિર (દાદર) વિરુદ્ધ આ મેચમાં 99 રન આપીને 13 વિકેટ ઝડપી હતી.
આ પહેલા વિકેટકિપર બેટ્સમેન સંજુ સેમસને કેરલ તરફથી રમતા ગોવા સામે અણનમ 212 રન બનાવી ઈતિહાસ રચ્યો હતો. તે વિજય હજારે ટુર્નામેન્ટમાં એક મેચમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે.આ સાથે જાયસ્વાલ લિસ્ટ એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો નવમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ભારતીય બેટ્સમેનો દ્વારા લિસ્ટ-એમાં લગાવવામાં આવેલી નવ બેવડી સદીમાંથી પાંચ વન ડેમાં નોંધાઈ છે. જેમાં રોહિત શર્માના નામે ત્રણ અને સચિ તથા સેહવાગના નામે એક-એક બેવડી સદી છે.