સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઈડીએ લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન રિયા ઈડીએ પૂછેલા ઘણાં સવાલોના જવાબ આપી શકી નહોતી. રિયા મુંબઈ સ્થિતિ ઈડિ ઓફિસે પોતાના ભાઈ શૌવિકની સાથે પહોંચી હતી.

રિયા ચક્રવર્તીની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી પણ એજન્સી સામે હાજર થઈ હતી. શ્રુતી મોદી સુશાંત સિંહ રાજપુત માટે પણ કાણ કરતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રિયા ચક્રવર્તી અને શ્રુતી મોદીના નિવેદન Money Laundering Prevention Act અંતર્ગત દાખલ કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે રાજપુતના મિત્ર અને તેની સાથે રહેનાર સિદ્ધાર્થ પિઠાનીને પણ મની લોન્ડ્રીંગ કેસમાં ઈડીએ શનિવારે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમને પણ અભિનેતાના પિતા દ્વાર બિહાર પોલીસમાં નોંધાવવામાં આવેલ ફરિયાના આધારે બોલાવવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પિઠાની એક વર્ષથી રાજપૂતની સાથે રહેતો હતો. તે આ મામલામાં મુંબઈ પોલીસ સમક્ષ પણ પોતાનું નિવેદન આપી ચૂક્યો છે.

સુશાંત સિંહના પિતા કે કે સિંહે અભિનેત્રી અને તેના ઘણાં સંબંધીઓની વિરૂદ્ધ પટના પોલીસમાં 25 જુલાઈએ ફરિયાદ દાખલ કરી હતી. તેમણે તેમની ઉપર ફ્રોડ કરવાનો અને અભિનેનાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.