નવી દિલ્હી: દુબઈથી 174 મુસાફરોને લઈને આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ સહિત 16 લોકોના મોત થયા છે. નાગરિક વિમાન મંત્રાલયે કહ્યું કે વિમાનમાં 174 મુસાફરો, 10 બાળકો, બે પાયલટ અને પાંચ કેબિન ક્રૂ સવાર હતા. કુલ 191 લોકો વિમાનમાં સવાર હતા.

એર ઈન્ડિયાનું વિમાન (IX-1344) કેરળના કોઝિકોડ એરપોર્ટ પર મોટી દુર્ઘટનાનો શિકાર થયું છે. આ વિમાનમાં 174 મુસાફરો સવાર હતા. એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પર સ્લિપ થયું હતું. વિમાનના બે ટુકડા થયા છે.



દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન રનવે પર સ્લિપ થયું હતું. વિમાન કંપનીના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાનું વિમાન (IX-1344) આજે સાત વાગ્યેને 40 મિનિટ પર એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું.



પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનના કોઝીકોડમાં ક્રેશ લેન્ડિંગ અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ તેમને અત્યારે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.

વિમાન દુર્ઘટના બાદ કોઝિકોડ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એમ્બ્યૂલન્સની ગાડીઓ ઘાયલ મુસાફરોને લઈને હોસ્પિટલ પહોંચી રહી છે.



ગૃહમંત્રી અમિત શાહે વિમાન દુર્ઘટનાને લઈને ટ્વિટ કરતા કહ્યું કે એનડીઆરએફની ટીમને ઝડપથી ઘટના સ્થળ પર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.