Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટ કોહલી બન્યો ઇન્સ્ટાગ્રામ એવોર્ડ જીતનારો પહેલો ઇન્ડિયન, જાણો કેટલી લાઇક્સ-કૉમેન્ટથી રહ્યો આગળ, જુઓ લિસ્ટ
દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ખુદ ઇન્સ્ટાગ્રામના- ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ 23.30 કરોડ છે. સેલેના ગોમ્સના 13.41 કરોડ ફોલોઅર્સ અને ક્રિસ્ટાયાનો રોનાલ્ડોના 12.20 કરોડ ફોલોઅર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમને લગ્નના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, તેના પર 45 લાખથી વધુ લાઇક્સ અને લગભગ દોઢ લાખ કૉમેન્ટ આવી હતી. થોડાક દિવસ પહેલા જ વિરાટે અનુષ્કા સાથેનો એક ફોટો શેર કર્યો, જેમાં લગભગ 33 લાખ લોકોએ લાઇક્સ કરી. આ પૉસ્ટના કારણે જ વિરાટ ઇન્સ્ટાગ્રામ પર સૌથી એન્ગેજ્ડ સેલિબ્રિટી બની ગયો છે.
ઇન્સ્ટાગ્રામ પર કેટલાય બીજા દેશોમાં પહેલા પણ આ રીતે એવોર્ડની જાહેરાત કરાતી રહી છે. ભારતમાં આ એવોર્ડ પહેલીવાર જાહેર કરવામાં આવ્યો છે. આના કારણ છે ભારતમાં ઇન્સ્ટાગ્રામનો વધતો યૂઝર બેઝ. દુનિયામાં ઇન્સ્ટાગ્રામને લગભગ 80 કરોડ યૂઝર છે. આમાંથી લગભગ 5 કરોડ યૂઝર ભારતમાંથી જ છે.
એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ બન્નેને પણ 2 કરોડ ફોલોઅર્સ પુરા કરવાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીને 1 કરોડ 98 લાખ ફોલોઅર્સ છે.
ગયા વર્ષે આવેલા ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પૉસ્ટમાં વિટાર કોહલી લગભગ 3.2 કરોડ રૂપિયા કમાય છે. આ કમાણી તેમની પૉસ્ટ પર આવનારા યૂઝર એન્ગેજમેન્ટ અને એડથી થાય છે. સોશ્યલ મીડિયાથી થનારી કમાણીના મામલે તે ભારતનો સૌથી મોંઘો ખેલાડી છે.
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સના મામલે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ભારતમાં સૌથી આગળ રહી છે. તેને લગભગ 2 કરોડ 24 લાખ ફોલોઅર્સ છે. 2 કરોડ 21 લાખ ફોલોઅર્સની સાથે પ્રિયંકા ચોપડા બીજા નંબર પર રહી છે.
નવી દિલ્હીઃ ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામે ભારતમાં પહેલીવાર ઇન્સ્ટાગ્રામ એવોર્ડની જાહેરાત કરી છે. આ એવોર્ડમાં પણ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી જ મેન ઓફ ધ મેચ બન્યો છે. વિરાટને ‘મૉસ્ટ એન્ગેજ્ડ એલિબ્રિટી’ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો છે. તેની પૉસ્ટ પર યૂઝર્સ લાઇક્સ અને કૉમેન્ટ સૌથી વધુ રહે છે. વળી, એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સના મામલે ભારતમાં સૌથી આગળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -