હોલીવુડમાં છવાઈ ગયેલી આ એક્ટ્રેસ છે ગુજરાતી, ઓસ્કાર એવોર્ડ વિજેતા મૂવીથી કરેલી ધમાકેદાર એન્ટ્રી, જાણો વિગત
મુંબઇઃ ગુજરાત દેશ અને વિદેશમાં પોતાની વેરાઇટી અને કૌશલ્યને કારણે જાણીતું છે. હવે આ કડીમાં એક એક્ટ્રેસનું નામ પણ જાણીતું થયું છે, એટલે ગુજરાતીએ હૉલીવુડમાં પણ પોતાના દંડો વગાડ્યો છે. ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી સાથે ધૂમ મચાવનાર આ ગુજરાતી મૂળની હિરોઇનનું નામ નૌરિન ડેવલ્ફ. પોતાની આવડતથી પોતાનું નામ સાત સમુંદર પાર પણ ગુંજતુ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યુયોર્કમાં જન્મેલી ગુજરાતી પરિવારની દિકરી નૌરિન ડેવલ્ફ હૉલીવુડમાં છવાઇ ગઇ છે. નૌરિને અનેક સફળ હોલિવૂડ ફિલ્મ અને ટીવી શો દ્વારા પોતાનું નામ રોશન કર્યું છે. તેમણે છેલ્લે અમેરિકન કોમેડી ‘ધ કમ ટુગેધર’ ફિલ્મ કરી હતી.એટલુ જ નહીં મૂળ ગુજરાતી હોવાનું ગર્વ અનુભવતી નૌરિન બોલિવૂડ એક્ટર સલમાન અને શાહરૂખની ફેન છે. જાણો કોણ છે નૌરિન ડેવલ્ફ અને શું છે તેનું બેકગ્રાઉન્ડ.
નૌરિન ડેવલ્ફ જ્યોર્જિયાના સ્ટોન માઉન્ટેન ખાતે મુળ ગુજરાતી મુસ્લિમ પરિવારમાં જન્મેલી છે, તેનો જન્મ 28 ફેબ્રુઆરી 1984ના દિવસે થયો હતો. તેને બૉસ્ટન યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને ગુજરાતી ઉપરાંત હિન્દી અને ઉર્દૂ ભાષા જાણે છે.
નૌરિન ડેવલ્ફ બે વાર લગ્ન કર્યા, જૂન 2000માં જેમ્સ ડેવલ્ફ સાથે લગ્ન કર્યા હતા, જોકે, 2010માં બન્ને કોઇ કારણોસર છુટા પડ્યા હતા. બાદમાં 2011માં નેશનલ હૉકી પ્લેયર ગોલટેન્ડર રિયાન સાથે બીજા લગ્ન કર્યા, તેને એક બાળક પણ છે.
અમેરિકન ડ્રિમ્ઝ, ધી કમબેક, ઓશિયન્સ થર્ટીન તથા 2009માં કરેલા ટીવી શૉ 90210 દ્વારા અમેરિકામાં પૉપ્યૂલર સેલિબ્રિટી બની હતી. નૌરિન ડેવલ્ફનું નામ વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીન મેક્સિમાં બે વાર અને નાયલૉનમાં પણ ચમક્યુ હતું.
સૌથી પહેલા તેને શોર્ટ ફિલ્મ વેસ્ટ બેન્ક સ્ટૉરીથી હૉલીવુડમાં ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મને એકેડેમી એવોર્ડ મળ્યો છે. નૌરિન ડેવલ્ફ ધ બેકઅપ પ્લાન, ઘૉસ્ટ ઓફ ગર્લફ્રેન્ડ્ઝ પાસ્ટ, ધ ગુડ્ઝઃ લિવ હાર્ડ, સેલ હાર્ડ જેવી 19 હીટ બૉલીવુડ ફિલ્મો આપી છે. ઉપરાંત તેને 27 જેટલા ટીવી શૉ અને સીરિયલ્સમાં કામ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -