IPL ઓક્શનમાં 16 વર્ષની આ છોકરીએ લગાવી કરોડો રૂપિયાની બોલી, પ્રિતી ઝિંટા માટે ઉભી કરી મુશ્કેલી, જાણો કોણ છે
આઇપીએલ 2018ના ઓક્શન ટેબલ પર 17 વર્ષીય જ્હાનવી મહેતા કોલકાતા નાઇટ રાઇડર્સના મેનેજમેન્ટ ટીમની મુખ્ય સભ્ય તરીકે હાજર હતી. તે નંબર ગેમમાં પણ હિસ્સો લેતા જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલ ઓક્શન બાદ પ્રીતિ ઝિન્ટા સાથે જ્હાન્વી મહેતા
આઇપીએલ ઓક્શન 2018માં આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના ઓનર નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કોલકાતા નાઇટ રાઇડર્સ હરાજીમાં આ વખતે શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યું હતું. જ્હાનવી તેની માતા જૂહી અને સાથીઓ સાથે હરાજી અંગે સંકળાયેલા તમામ મુદ્દા પર ચર્ચા કરતી જોવા મળી હતી.
21 ફેબ્રુઆરી 2001ના રોજ જન્મેલી જ્હાનવી લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેણે મુંબઇની ધીરૂભાઇ અંબાણી સ્કૂલમાંથી 10મું પાસ કર્યું છે અને હવે તે લંડનની ચાર્ટર હાઉસ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. તેના નાના ભાઇનું નામ અર્જુન મહેતા છે.
જ્હાનવી એક્ટ્રેસ જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતાની દીકરી છે. કોલકાતા નાઇટ રાઇડર્સના ટ્વિટર એકાઉન્ટ પર આઇપીએલ ઓક્શનમાં સામેલ થનારી સૌથી નાની ઉંમરની મેમ્બર જ્હાનવીની તસવીર શેર કરવામાં આવી છે.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2018ની સીઝન માટે આજે ખેલાડીઓની હરાજી પૂરી થઈ ચૂકી છે. જેમાં નીતા અંબાણી, પ્રિતી ઝિંટા, જૂહી ચાવલા સહિત અનેક ફ્રેન્ચાઇઝી ઓનર હાજર રહ્યા હતા. પરંતુ તમામની નજર એક સ્ટાર ડોટર પર જઇને અટકી હતી. હરાજી દરમિયાન જ્હાનવી મહેતા સમાચારમાં રહી.
કિંગ્સ ઇલેવન પંજાબની કો-ઓનર પ્રિટી ઝિન્ટાએ પણ જ્હાનવી સાથે એક સેલ્ફી પોસ્ટ કરી છે. ફોટાના કેપ્શનમાં તેણે જ્હાનવીની પ્રશંસા કરતાં લખ્યું તે, વીવો આઇપીએલ ઓક્શનનના ગાંડપણને ભૂલી જાવ. સુપર સ્માર્ટ જ્હાનવી મહેતાને મળીને ખૂબ સારું લાગ્યું. તેણે મને મારા રૂપિયા અંગે વિચારવા મજબૂર કરી દીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -