IPL Auction 2018: ગુજરાતી જયદેવ ઉનડકટને ફાસ્ટ બોલરોમાં આ કારણે મળી સૌથી વધારે કિંમત
આઇપીએલની ગત સીઝન ઉનડકટ માટે શાનદાર રહી હતી અને તે પર્પલ કેપ મેળવનારા ભુવનેશ્વર કુમાર બાદ વિકેટના મામલે બીજા નંબર પર રહ્યો હતો. 2017ની આઈપીએલમાં ઉનડકટે 12 મેચમાં 24 વિકેટ ખેરવી હતી. જેમાં એક હેટ્રિકનો પણ સમાવેશ થતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાબોડી બોલર હોવાની સાથે બોલિંગમાં અનુશાસનતા તેનો પ્લસ પોઇન્ટ સાબિત થયો. 26 વર્ષીય ઉનડકટે ભારત માટે અત્યાર સુધીમાં એક ટેસ્ટ, સાત વન ડે અને ચાર ટી-20 મેચ રમી છે. તેણે વનડેમાં 8 અને ટી-20માં 4 વિકેટ લીધી છે. જ્યારે ટેસ્ટમાં એક પણ વિકેટ મળી નથી.
જયદેવ બોલને સારી રીતે સ્વિંગ કરાવવાની ક્ષમતા ધરાવે છે. ટીમ ઈન્ડિયામા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ઝહીર ખાન અને આશિષ નેહરાના નિવૃત્તિ બાદ ડાબોડી ફાસ્ટ બોલરની કમી અનુભવાઇ રહી છે. આ સ્થિતિમાં તે ટીમો માટે જરૂર બની ગયો હતો. આ કારણે આઈપીએલ સીઝનમાં તેની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
પોરબંદરના જયદેવ ઉનડકટે માત્ર 20 વર્ષની વયે જ ડિસેમ્બર 2010માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેને એક પણ વિકેટ મળી નહોતી.
બેંગલુરુઃ આઈપીએલ 11ની હરાજી દરમિયાન ગુજરાતના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને માતબર રકમમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. રવિવારે ઉનડકરની બોલી વધતા-વધતા 10 કરોડને પાર કરી ગઈ હતી. આખરે રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને 11.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -