IPL ઉદઘાટન સમારોહમાં બોલીવુડના ક્યા સુપરસ્ટાર્સ કરશે પરફોર્મન્સ ? કાર્યક્રમ બદલાતાં ક્યારે છે ઉદઘાટન સમારોહ ? જાણો વિગત
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનના ઉદઘાટન સમારોહમાં આ વખતે બહુ ખર્ચ નતી કરાવાનો પણ આ સમારોહમાં બોલીવૂડના 4 સુપરસ્ટાર્સ ધૂમ મચાવશે. 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખેલાનારા મુકાબલા અગાઉ આઇપીએલનો ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજાશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રથમ મુકાબલો ખેલાય તે પહેલાં રંગારંગ ઉદઘાટન સમારંભ યોજાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આશરે 90૦ મિનિટ સુધી ઉદઘાટન સમારંભ ચાલશે, જેમાં બોલીવૂડના સુપરસ્ટાર્સ પર્ફોમન્સ આપશે. આ સમારોહમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ ઉપસ્થિત રહેશે.
જોકે એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, હાલમાં બોર્ડનું સંચાલન કરી રહેલી સુપ્રીમ કોર્ટની નિયુક્ત થયેલી વહિવટદારોની સમિતિએ આ આયોજનને રદ કરીને મેચના દિવસે જ ઉદઘાટન સમારોહ રાખવા જણાવ્યું હતું. જેના કારણે તમામ કેપ્ટન્સ માટે હાજર રહેવું શક્ય નથી.
જો કે બધા કેપ્ટન્સ આઇપીએલના ઉદઘાટનના એક દિવસ અગાઉ ભેગા થઈને એક વિડિયોનું રેકોર્ડિંગ કરશે, જે આઇપીએલના ઉદઘાટન સમારોહમાં રજૂ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલનું ઉદઘાટન એક દિવસ અગાઉ રાખવાનુ નક્કી કર્યું હતું.
આ ઉદઘાટન સમારોહમાં રણવીર સિંઘ, પરિણિતિ ચોપરા, વરૂણ ધવન તેમજ જેકલીન ફર્નાન્ડીસ જેવા બોલીવૂડ સ્ટાર્સ પરફોર્મન્સ આપે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે આ વખતના ઉદઘાટન સમારંભના જંગી બજેટમાં કાપ મૂક્યો છે છતાં આઇપીએલના ઉદઘાટનની રોનક અગાઉના જેવી જ રહેશે.
આઇપીએલની સૌપ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને સટ્ટાબાજી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવીને પાછી આવી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વચ્ચે રમાશે. આ વખતના ઉદઘાટનમાં તમામ કેપ્ટનો હાજર રહી શકશે નહિ, કારણ કે બીજા જ દિવસે બે મેચો રમવાની છે અને કેપ્ટનોને પ્રવાસમાં મુશ્કેલી પડે તેમ છે.