કૌન બનેગા કરોડપતિનો ગઈકાલનો શો ઘણો મજેદાર રહ્યો. ત્યાં મોહિતા શર્મા બીજી કરોડપતિ બની ગઈ છે. મોહિતાને 1 કરોડ રૂપિયા જીત્યા બાદ 7 કરોડ રૂપિયાનો સવાલ કરવામાં આવ્યો. જેનો જવાબ તેને ખબર ન હતી.

આ શોમાં મોહિતા 1 કરોડ રૂપિયા જીતી ગઈ હતી. 1 કરોડ માટે તમને જે સવાલ પૂછવામાં આવ્યો હતો તે- આમાંથી ક્યા વિસ્ફોટક પદાર્ધની પેટન્ટ સૌથી પહેલા જર્મન રસાયણશાસ્ત્રી જ્યોર્જ ફ્રેડરિક હેનિંગે 1898માં કરાવી હતી અને જેનો પ્રથમ વખત ઉપયોગ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં કવામાં આવ્યો?

ઓપ્શન્સ હતા- HMX, RDX, TNT और PETN

સાચો જવા હતો- RDX

મોહિતા એક કરોડના સવાલ સુધી જ્યારે પહોંચી હતી ત્યારે તેની પાસે બે લાઈફ લાઈન્સ વધી હતી. એક કરોડવાળા સવાલનો જવાબ માટે તેને ‘આસ્ક ધ એક્સપર્ટ’ લાઈફ લાઈનનો ઉપોયગ કર્યો. એક્સપર્ટ પંકજ પચોરીની મદદથી તેણે આ સવાલનો સાચો જવાબ આપ્યો હતો અને એક કરોડ રૂપિયા જીતી ગઈ હતી. જોકે છેલ્લો સવાલ એટલે કે સાત કરોડના સવાલ માટે મોહિતાને કહેવામાં આવ્યું કે તે તેમાં લાઈફ લાઇનનો ઉપયોગ નહીં કરી શકે, ત્યાર બાદ તેને સાચો જવાબ ન આવડતા તેણે શો છોડવાનો નિર્ણય કર્યો હતો.

તમે જાણો છો 7 કરોડના સવાલનો જવાબ શું છે- મુંબઈમાં વાડિયા ગ્રુપ દ્વારા નિર્મિત આમાંથી ક્યા જહાજને 1817માં લોન્ચ કરવામાં આવ્યું હતું જે બ્રિટેનનું સૌથી જૂનું હાલનું વોરશીપ છે.

આ સવાલના ઓપ્શન હતા A. એચએમએસ મિંડેન, B. એચએમએસ કોર્નાવોલિસ, C. એચેમએસ ત્રિંકોમાલી, D. એચએમએસ મિની. મોહિતાને આ સવાલનો જવાબ ખબર ન હતી માટે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો. તેનો સાચો જવાબ હતો - એચએમએસ ત્રિેંકોમાલી.