ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં સ્વરાના માસ્ટરબેશનના સીન પર તેની માતાએ શું કહ્યું, જાણો
સ્વરાની માતા ઈરાનું કહેવું છે કે ફિલ્મ વીરે દી વેડિંગમાં સીધી રીતે રોમાંસ નથી દેખાડવામાં આવ્યો અને હાલના સમયમાં મહિલાઓને લઈને હિંદી સિનેમાંમાં ઘણો બદલાવ આવ્યો છે.
નવી દિલ્લી: ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં સ્વરા ભાષ્કરના માસ્ટરબેશન સીનને લઈને સોશયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ સીનને લઈને સ્વરાએ જોરદાર ટ્રોલ્સનો પણ સામનો કરવો પડ્યો. હવે આ સીનને લઈને સ્વરાની મમ્મીનું નિવેદન સામે આવ્યું છે. સ્વરા ભાષ્કરની માતા ઈરા ભાષ્કર જેણે ફિલ્મ હિસ્ટ્રીમાં પીએચડી કર્યું છે અને જવાહર લાન નેહરૂ યૂનિવર્સિટીમાં સિનેમા સ્ટડીઝની પ્રોફેસર છે. ઈરા ભાષ્કરે આ સીન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે સેક્સસુઆલિટી ભારતીય સિનેમાનો વિષય નથી.
તેના પર વાત કરતા તેમણે ફિલ્મ મુગલ-એ-આઝમની પણ વાત કરી. તેમણે કહ્યું ફિલ્મમાં દિલીપ કુમાર અને મધુબાલા વચ્ચે રોમાંસ દેખાડવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે મહેશ ભટ્ટના એક નિવેદનને કહેતા કહ્યું તેમનુ માનવું છે કે ફિલ્મમાં મધુબાલા અને દિલીપ કુમાર વચ્ચે ફિલ્માવામાં આવેલો સીન સૌથી ઈરૉટિક હતો.
તેમણે કહ્યું, આપણે ભારતીય સિનેમાના ઈતિહાસને જોઈએ તો તે ઘણો અલગ છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં તેમાં ઘણો બદલાવ આવ્યો છે. ફિલ્મોમાં સેક્સસુઆલિટી અને ઈરૉટિક વિષયને લઈને બદલાવ આવ્યો છે પરંતુ હજુ પ્રતિભાવ ઓછો રહ્યો છે. તેમણે કહ્યું તેમણે કહ્યું પહેલા ફિલ્મોમાં વુમન ડિઝાયરને જોવા માટે ગીતનો સહારો લેવામા આવતો હતો. ઘણી એવી ચીજો હોય છે કે જેને ડાયરેક્ટ કેમેરા પર ફિલ્માવવામાં નથી આવતી.