હાર્દિક પંડ્યાએ શેર કર્યો નવો લુક, યૂઝર્સે પૂછ્યું- ખરેખર ઈશાને ડેટ કરી રહ્યો છે ?
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન પુલમાં મજા માણતો હાર્દિક પંડ્યા
હાર્દિક તેની તસવીરો સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે.
નવી તસવીર શેર કર્યા બાદ એક યૂઝર્સે પૂછ્યું કે તું ખરેખર ઈશા ગુપ્તાને ડેટ કરી રહ્યો છે ? એલી એવરામ સાથે બ્રેકઅપના અહેવાલ બાદ પંડ્યા હાલ ઈશા ગુપ્તાને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) બાદ ભારતીય ક્રિકેટરોને ક્રિકેટમાંથી નાનો બ્રેક મળ્યો છે. ટીમ ઈન્ડિયાએ હવે તેની આગામી મેચ બેંગલુરુમાં અફઘાનિસ્તાન સામે 14 જૂનના રોજ રમવાની છે. બ્રેક દરમિયાન કોઈ ફરવા ગયું તો કોઈ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યું છે.
તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે. જે બાદ લોકોએ તેની મજાક ઉડાડવાનું શરૂ કરી દીધું છે. કોઈકે લખ્યું કે તારે મસલ્સ બનાવવાની જરૂર છે તો એકે યુઝર્સે કહ્યું પેન્સિલ સ્કેચ જેવા લાગો છે.
આ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ફરી એક વખત લુક બદલ્યો છે. પંડ્યાએ તેના વાળ ઘણા ટૂંકા કરાવી લીધા છે અને દાઢી પણ દૂર કરાવી નાંખી છે.