ઇરફાનની બિમારીને લઈને પત્નીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું....

હું ભગવાન અને મારા સાથીની આભારી છૂં જેણે મને પણ એક યોદ્ધા જેવી બનાવી દીધી છે. હાલના સમયની વાત કરું તો હું એક એવા યુદ્ધ મેદાનમાં ઉભી છું જ્યાં હું આ જંગને જીતવા માટે સ્ટ્રેટેજી પર ફોકસ કરી રહી છું. હું જાણુ છું કે ઇરફાનના ફેન્સ અને મિત્રોના સ્નેહને કારણે હું આ જંગ જીતી જ જઈશ. મને ખબર છે કે બધાના મનમાં એ જિજ્ઞાસા અને ચિંતા વધી રહી છે, પરંતુ આ બધું જાણવા માટે આપણે આપણી ઉર્જા વેડફવી ન જોઈે પરંતુ પ્રાર્થના કરવી જોઈએ.
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ ઇરફાન ખાને પોતે દુર્લભ બિમારીનો સામનો કરી રહ્યો હોવાની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી. આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી કે આખરે ઇરફાન ખાનને કઈ બિમારી થઈ છે. બિમારીને લઈને અનેક અફવાઓની વચ્ચે હવે તેના પરિવારો મૌન તોડ્યું છે. ઇરફાનની પત્ની સુતાપા સિકદરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, એ જાણવામાં તમારી ઉર્જા વ્યય ન કરો કે શું થયું છે, તેના બદલે પ્રાર્થના કરો.
ઉપરાંત એક્ટર મનોજબ બાજપેયી પણ ફેસબુક પોસ્ટ કરીને ફેન્સને ઇરફાનની બીમારીને લઈને ટ્વિટ કર્યું હતું કે, કોઈપણની બિમારી વિશે અફવા ફેલાવી એ અસંવેદનશીલ છે. મહેરબાની કરીને તમામ પોસ્ટ ડિલીટ કરી દો અને ઇરફાનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. તે પોતાની આ બિમારીનો સામનો કરશે અને એક વિજેતા તરીકે બહાર આવશે. હું તેના માટે પ્રાર્થના કરું છું. આપણે તેની પ્રાઈવેસીનું સન્માન કરવું જોઈએ.
ઇરફાનની પત્નીએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું કે, મારો સૌથી સારો મિત્ર અને મારો સાથી એક યોદ્ધા છે. તે જબરદસ્ત અંદાજ અને સુંદરતાની સાથે દરેક પ્રકારના મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. મેસેજનો જવાબ ન આપવા અને કોલ્સ ન ઉપાડવા માટે હું માફી માગુ છુ. પરંતુ હું આપ સૌની વિશ્વભરમાંથી આવેલી પ્રાર્થનાઓ, ચિંતાઓ અને શુભકામનાઓ માટે હંમેશા ઋણી છું.
જણાવીએ કે, ઇરફાનની પત્ની પહેલા ઇરફાને પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે તેનો પરિવાર તેની બિમારીના સમાચારથી ખૂબ જ વિચલિત છે. સાથે જ તેણે પોતાના પ્રશંશકોને અપીલ કરી કે તે તેના સ્વાસ્થ્ય માટે કોઈપણ પ્રકારની અટકળો ન લગાવે.