‘ભાઈ સાથે સેક્સ માણવા દબાણ કરતો હતો’, આ ભારતીય ક્રિકેટર પર પત્નીનો ગંભીર આરોપ
આટલું જ નહીં, તેણે પોતાની ફરિયાદમાં શમી પર મેચ ફિક્સ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે કહ્યું કે, ‘શમી પાકિસ્તાની યુવતી અને ઈંગ્લેન્ડના બિઝનેસમેન સાથે મળીને મેચ ફિક્સ કરતો હતો.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્મા કહ્યું, ‘અમને શમીની પત્નીએ કોઈ ફરિયાદ નથી કરી, પરંતુ તે અમારી પાસે આવશે તો મહિલા આયોગ તેના પર કાર્યવાહી કરશે.’ જણાવી દઈએ કે મોહમ્મદ શમીની પત્નીએ તેના પર અનેક યુવતીઓ સાથે અફેર અને હિંસાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ હસીન જહાંએ દાવો કર્યો છે કે ફેસબુકે શમી વિરુદ્ધ કરેલી તેની બધી પોસ્ટને હટાવી લીધી છે અને તેનું એકાઉન્ટ બ્લોક કરી લીધું છે.
હસીન જહાંએ લેખીતમાં કરેલી ફરિયાદ અનુસાર શમી અને તેના પરિપાર ભારતીય દંડ સંહિતાની કલમ 498એ, 323, 307, 376, 506, 328, 34 જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે. બીજી બાજુ શમીની પત્ની હસીન જહાંએ શમીના ફેસબુક ચેટના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા ત્યાર બાદ ક્રિકેટ શમીએ એક ભાવુક પોસ્ટ લખી હતી અને કહ્યું હતું કે કોઈ તેનો પરિવાર તોડવા માગે છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પરિવાર વિરૂદ્ધ તેની પત્ની હસીન જહાંએ એફઆઈઆર નોંધાવી છે. આ એફઆઈઆરમાં શમીની બહેન, ભાઈ, ભાભીનું નામ સામેલ છે. શમી પર હત્યાનો પ્રયાસ અને શમીના ભાઈ પર બળાત્કાર (376)નો કેસ દાખલ કર્યો છે. શમીની પત્નીનું કહેવું છે કે શમી જબરદસ્તીથી તેના ભાઈ સાથે સંબંધ બનાવાવ માટે મજબૂર કરતો હતો.
તેમણે ANIને કહ્યું કે, મને કોઈ તરફથી મદદ નથી મળી. આ કારણે મેં ફેસબુક પર પોસ્ટ શેર કરીને પોતાની વાત સામે મુકી. હવે ફેસબુકે મને બ્લોક કરી દીધી છે. આટલું જ નહીં, તેણે મારી બધી જ પોસ્ટ પણ હટાવી દીધી છે, કેમ?’ રાષ્ટ્રીય મહિલા આયોગ પણ આ મામલા પર પોતાની નજર રાખી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -