અત્યારે બોલિવુડમાં દિવાળીના તહેવારનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સેલેબ્સ ટ્રેડિશનલ લુકમાં પાર્ટીઝમાં જોવા મળી રહ્યા છે. હવે બિપાશા અને કરણ આવી જ એક પાર્ટીને કારણે ચર્ચામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ દિવાળીની પાર્ટી આપી હતી. તેમાં બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા.
બિપાશાએ તેનો દુપટ્ટો એવી રીતે રાખ્યો હતો કે, તેનું શરીર આખું ઢંકાઈ જાય પરંતુ લોકોને આ તસવીર જોઈને તેના પેટ પર બમ્પ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે એવી પણ ચર્ચા છે કે, બિપાશાનો લહેંગો ભારે હોવાથી પેટ પર થોડો બમ્પ દેખાતો હોય. પરંતુ આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતાં સાથે જ પોસ્ટ પર બિપાશા પ્રેગનેન્ટ હોવાની કોમેન્ટ્સની ભરમાર થઈ ગઈ હતી.
થોડા દિવસ પહેલાં જ બિપાશા અને કરણે ત્રીજી એનિવર્સરીની ઉજવણી કરી હતી. લોકો હવે તેમની લાઈફમાં બાળકનું ક્યારે આગમન થાય છે તેની રાહ જોઈ બેઠા છે.