મુંબઇઃ બૉલીવુડના ભાઇજાન સલમાન ખાનનો એક કિસ્સો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. આ કિસ્સો એવો છે કે સલમાન પોતાની અપકમિંગ ફિલ્મ 'દબંગ 3'ના ટ્રેલર લૉન્ચિંગ સમયે પત્રકારો સાથે ઝઘડવા લાગ્યો હતો. સલમાને પત્રકારોને આડેહાથે લીધા હતા. એટલે કે સલમાન અને પત્રકારો વચ્ચે કૉલ્ડ વૉર સ્પષ્ટ દેખાયુ હતુ.


ફિલ્મ 'દબંગ 3'ની લૉન્ચિંગ ઇવેન્ટમાં પહોંચેલા સલમાન ખાને કહ્યું કે, હું મારી ફિલ્મો માત્ર ફેન્સ માટે બનાવુ છુ, નહીં કે પત્રકારો માટે. તેને કહ્યું કે, મેં 'દબંગ 3' સ્ક્રિપ્ટ પર કામ કર્યુ છે, હું ઇચ્છું છું કે ક્રિટિક્સ આને ક્રિટિસાઇઝ કરે. 'દબંગ 3' ફિલ્મ પત્રકારો માટે નથી, મારા ફેન્સ માટે છે.


ઉલ્લેખનીય છે કે સલમાન ખાને આવુ એટલા માટે કહ્યું કેમકે સલમાનની ફિલ્મોને પત્રકારો એવરેજ ગણાવે છે, સલમાન પત્રકારોને પોતાની ફિલ્મોના રિવ્યૂ કરવાની જ ના પાડી દે છે.

સલમાન બાદ સોનાક્ષી સિન્હાએ પણ પત્રકારો પર નિશાન સાધ્યુ હતુ. 'દબંગ 3' ક્રિસમસ 2019ના દિવસે બૉક્સ ઓફિસ પર રિલીઝ થશે, આને પ્રભુદેવાએ બનાવી છે.