મુંબઇઃ આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ડ્રિમ ગર્લ હાલમાં દર્શકો વચ્ચે ખૂબ ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે ત્યારથી પ્રશંસકો આયુષ્યમાન ખુરાનાની પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ જોવાને લઇને લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મનું પ્રમોશન પણ ખૂબ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ફિલ્મને લઇને એક ખરાબ સમાચાર આવ્યા છે. ડિરેક્ટર જનક તોપરાનીએ આરોપ લગાવ્યો હતો કે ડ્રિમ ગર્લ તેમની ફિલ્મની કોપી છે.
એક ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર, ડ્રિમ ગર્લ વર્ષ 2017માં બનેલી તેમની ફિલ્મ કોલ ફોર રનની રીમેક છે. આ ફિલ્મમાં પણ લીડ કેરેક્ટર મહિલાનું રૂપ ધારણ કરે છે. તેમણે કહ્યું કે, તે આ સ્ક્રિપ્ટ લઇને બે વખત બાલાજીની ઓફિસમાં ગયા હતા પરંતુ બંન્ને વખત તેમને નકારી દેવામાં આવ્યા હતા.
છેલ્લા વર્ષે તેમને ફાઇનાન્સર મળ્યો હતો ત્યારબાદ તેમણે ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેમનુ ડિસ્કશન પ્રોડક્શન હાઉસ સાથે થયો હતો અને એકતા કપૂર તેનો પાર્ટ બની શકી નહીં. ઘણી મહેનત છતાં તે બાલાજીના સીઇઓ સાથે મુલાકાત કરી શક્યા નહોતા.