સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરી રહી છે આ સ્ટાર એક્ટ્રેસ!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jan 2019 07:30 AM (IST)
1
મીડિયામાં આવેલા અહેવાલો અંગે સારા સાથે જોડાયેલા નિકટના સૂત્રનું કહેવું છે કે, આ વાત માત્ર અફવા જ છે. તેમાં કોઇ વાસ્તવિકતા નથી. સારા અને સુશાંત સારા મિત્રો છે. બન્ને એક-બીજાના સંપર્કમાં રહે છે, પરંતુ તેઓ એક-બીજાને ડેટ કરતાં નથી.
2
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં જ સારાએ સુશાંત સાથે મુલાકાત કરવા તેની દેહરાદૂનની ટ્રીપ અધવચ્ચે જ રોકી હતી. તે સુશાંતના જન્મદિવસને યાદગાર બનાવવા અને તેની સાથે સમય પસાર કરવા માગતી હતી. જોકે, આ પછી એક બીજી પણ વાત સાંભળવા મળી છે.
3
નવી દિલ્હીઃ ફિલ્મ ‘કેદારનાથ’ અને ‘સિંબા’માં શાનદાર એક્ટિંગ કરનારી એક્ટ્રેસ સારા અલી ખાન વિશે કહેવાય છે કે તે હાલમાં પોતાના કો સ્ટાર સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરી રહી છે. તેનું કારણ એ પણ છે કે, બન્ને એક બીજાના કંઈક વધારે જ વખાણ કરી રહ્યા છે.