મૌનીએ હાલમાં જ તેના કથિત બોયફ્રેન્ડ સૂરજ નંબિયાર સાથે થાઈલેન્ડમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. જો કે, હજુ સુધી એ જાણકારી નથી મળી કે બંનેની મુલાકાત ક્યાં થઈ હતી. મૌની અને સૂરજના અફેરની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે એક્ટ્રેસની ખાસ ફ્રેન્ડ રૂપાલી કાડયાને સોશિયલ મીડિયા પર બંનેની તસવીર પોસ્ટ કરી હતી. જો કે, તસવીર પોસ્ટ કરીને ગણતરીની મિનિટોમાં તેણે તસવીર ડિલીટ કરી નાખી હતી.
મૌની અને સૂરજની જે તસવીર રૂપાલીએ શેર કરી હતી તે થાઈલેન્ડ વેકેશનની હતી. મૌની સાથે રૂપાલી અને તેનો પતિ અભિમન્યુ સિંહ પણ થાઈલેન્ડ ગયા હતા. મૌનીના બર્થ ડે સેલિબ્રેશન માટે સૂરજ પણ ત્યાં આવ્યો હતો. જો કે, મૌની રોયે અફેરની ખબરોને અફવામાં ખપાવી દીધી છે. તેણે કહ્યું કે, ‘સૂરજ નંબિયાર માત્ર મારો ફ્રેન્ડ છે. અમે બધા ફ્રેન્ડ્સ છીએ અને મારો બર્થ ડે સેલિબ્રેટ કરવા થાઈલેન્ડ ગયા હતા. હું સિંગલ છું અને માત્ર મારા કામ પર ધ્યાન આપી રહી છું.’
મૌની રોયને જ્યારે રૂપાલીએ ડિલીટ કરેલી તસવીર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘શું? એવું કશું નથી.’ ઉલ્લેખનીય છે કે, મૌની પહેલા એક્ટર મોહિત રૈના સાથે રિલેશનશીપમાં હતી. બંનેએ ટીવી સીરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં સાથે કામ કર્યું હતું. જો કે, બંનેએ ક્યારેય ખુલીને રિલશનશીપ સ્વીકારી નહોતી. તેઓ હંમેશા એકબીજાને દોસ્ત ગણાવતા રહ્યા.