ઈશાની પ્રી-વેડિંગ પાર્ટીમાં નીતા અંબાણી સહિત પરીવારે કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ આ રહી તસવીરો
પિચોલા તળાવના કિનારે શ્રીનાથજીની 35 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. પાર્ટીની શરૂઆત શ્રીનાથજીની આરતી સાથે કરવામાં આવી છે. ઈશા અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં થશે.
ઉદયપુરના આલીશાન ધ ઓબરોય ઉદયવિલાસ હોટલથી પ્રી-વેડિંગ પાર્ટીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઈશા અંબાણીની માતા નીતા અંબાણીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. આ ઉપરાંત નીતા અંબાણી અને મુકેશ અંબાણીના દ્વાર હિલેરી ક્લિન્ટનના સ્વાગત કર્યું તેનો પણ વીડિયો સામે આવ્યો છે. આ ઉપરાંત અંબાણી પરીવાર પણ જોરદાર ડાન્સ કર્યો હતો.
હોટેલ ઓબેરોય ઉદય વિલાસમાં મોડી સાંજે કાર્યક્રમની શરૂઆતમાં નીતા અંબાણી શ્રીનાથજીની પ્રતિમા આગળ પહોંચ્યા હતાં જ્યાં સિતારવાદક અને તબલાવાદક બેઠા હતા. આ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું કે, લેટ્સ જોઈન ટુગેધર ફોર મહાઆરતી, આઈ વેલકમ યુ ઓલ. ઉદ્ઘોષણાની સાથે સિટિંગ એરીયામાં હોસ્ટેસે મહેમાનોને દીપકવાળી નાની થાળીઓ આપવામાં આવી હતી. અંબાણી પરિવાર અને મહેમાનોએ શ્રીનાથજીની આરતી ઉતારી.
ઉદયપુરઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની ઉદયપુરમાં પ્રી-વેડિંગ પાર્ટી ચાલી રહી છે. દેશ-વિદેશમાં મહેમાનોએ હાજરી આપી છે. જેમાં અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને સાઉદીના તેલ મંત્રી ખાલિદ અલ ફલીહ પણ ઉદેયપુર પહોંચ્યા છે. આ ઉપરાંત ભારતના પણ બોલિવૂડ, બિઝનેસમેન અને સ્પોર્ટ્સ જગતની હસ્તીઓ પણ પહોંચી છે.