હૉકી વિશ્વ કપ: ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ, કેનેડાને 5-1 થી હરાવ્યું
બેલ્જિયમ અને કેનેડાને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ક્રોસઓવર મુકબલા જીતવા મડશે. જ્યારે પૂલ સી માંથી દક્ષિણ આફ્રિકાની ટીમ બહાર થઇ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભુવનેશ્વર: હૉકી વિશ્વ કપમાં ભારતીય ટીમે પૂલ-સીની પોતાની અંતિમ મેચમાં જીત હાંસલ કરી સીધા જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. શનિવારે કલિંગા સ્ટેડિયમમાં ભારતે કેનેડાને 5-1 થી માત આપી હતી. હવે ભારતીય ટીમ 13 ડિસેમ્બરે ક્વાર્ટર ફાઇનલ રમશે.
ભારતીય ટીમ આ જીત સાથે ત્રણ મેચમાં સાત પોઈન્ટ્સ સાથે પૂલ-સીના પોઈન્ટ ટેબલમાં ટોચ પર સ્થાન મેળવી લીધું છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0 થી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચ બેલ્જિયમ સામે 2-2 થી ડ્રો થઇ હતી. ભારતીય હોકી ટીમે પૂલ-સીમાં ત્રણ મેચોમાં 12 ગોલ કર્યા છે અને બેલ્જિયમે નવ કુલ ગોલ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -