નવી દિલ્હીઃ ફિલ્મ જગતમાં મોટેભાગે કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ સામે આવતી રહી છે. હવે વધુ એક એક્ટ્રેસે આ મામલે ખુલાસો કર્યો છે. ઈશા કોપિકરે એક મોટા સુપરસ્ટાર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. ઈશા કોપિકરએ થોડા વર્ષ પહેલા જ ફિલ્મોમાંથી બ્રેક લીધી છે. જોકે હવે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં ઇશા કોપિકરે જણાવ્યું કે, ‘હા, મને પણ ઓફર મળી હતી. એક ફિલ્મ નિર્માતાએ મને કહ્યું કે એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. તમારે કલાકારોના સંપર્કમા રહેવાની જરૂર છે. તેથી મેં તમને બોલાવ્યા છે. અભિનેતાએ મને તેના આખા દિવસનું શેડ્યૂલ કહ્યું. તે હીરો સવારે વહેલો ઉઠે છે અને જીમમાં જાય છે. એ અભિનેતાએ મને તેના ડબિંગ અને કેટલાક કામ માટે મળવા બોલાવી.



વાતચીતમાં ઈશાએ આગળ કહ્યું- ‘તેણે મને પૂછ્યું કે હું કોની સાથે આવું છું. મેં તેમને કહ્યું કે હું મારા ડ્રાઇવર સાથે આવીશ. આ પછી તેણે કહ્યું ના, કોઈની સાથે નહીં એકલી જ આવ’

‘હું એ સમયે 15-16 વર્ષની ન હતી કે મને ખબર ન પડે કે એનો ઈશારો શું છે. તો મેં કહ્યું કે હું કાલે ફ્રી નથી. હું તમને પછીથી કહીશ. આ ઘટના પછી મેં નિર્માતાને ફોન કર્યો અને કહ્યું કે તેઓ મને મારા ટેલેન્ટ પર કાસ્ટ કરે. મને એક ભૂમિકા માટે તમે આ બધી બાબતો કરવા માટે દબાણ ન કરી શકો.

આ ઘટના સિવાય ઇશાએ કહ્યું કે ઘણી વખત તેને કેટલાક મોટા સેક્રેટરીઓ દ્વારા શરીરને ખોટી રીતે જ્યાં ત્યાં ટચ કરવામાં આવી હતી. નેપોટિઝમના કારણે તેને ફિલ્મોમાં ઘણી વખત રોલ નહોતો મળ્યો. તેની ભૂમિકા છીનવી લેવામાં આવી હતી અથવા કોઈની ગર્લફ્રેન્ડને અથવા કોઈની દીકરીને આ રોલ આપવામાં આવતો.