કન્ફોર્મ ટિકીટ હોવા છતાં કયા દિગ્ગજ ક્રિકેટરને ફ્લાઇટમાંથી ઉતારી મુકવામાં આવ્યો, જાણો વિગતે
abpasmita.in | 05 Nov 2019 08:31 AM (IST)
ગેલે પોતાના ટ્વીટમાં એમિરેટ્સ એરલાઇન્સ પર ગુસ્સો ઠાલવ્યો, બાદમાં કંપનીએ ગેલની માફી માંગીને મામલો થાળે પાડ્યો હતો
નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવા ક્રિસ ગેલ સાથે એક અપમાનજનક વર્તન કરાયુ હોવાનુ સામે આવ્યુ છે. સોમવારે ગેલે એક ટ્વીટ કરીને પોતાની વેદના ઠાલવી, તેમાં તેને એમિરેટ્સ એરલાઇન્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેને કહ્યું કન્ફોર્મ ટિકીટ હોવા છતાં તેને ફ્લાઇટમાં બેસવા દેવામાં આવ્યો ન હતો. જેના કારણે તેને બીજી ફ્લાઇટમાં જવુ પડ્યુ હતુ. ગેલે પોતાના ટ્વીટમાં એમિરેટ્સ એરલાઇન્સ પર ગુસ્સો ઠાલવ્યો, બાદમાં કંપનીએ ગેલની માફી માંગીને મામલો થાળે પાડ્યો હતો. ગેલે પોતાના ટ્વીટમાં લખ્યું 'એમિરેટ્સથી ખુબજ નારાજ છું, મારી પાસે ફ્લાઇટની કન્ફોર્મ ટિકીટ હોવા છતાં કહી રહ્યાં હતા કે સીટો ફૂલ થઇ ગઇ છે. આ કેવો મજાક છે. માત્ર એટલુ જ નહીં એમિરેટ્સ ઇચ્છતુ હતુ કે હું ઇકોનૉમી ક્લાસમાં યાત્રા કરુ, જોકે મારી પાસે બિઝનેસ ક્લાસની ટિકીટ હતી. એટલા માટે મારી બીજી ફ્લાઇટમાં યાત્રા કરવી પડી, એકદમ હસ્યાસ્પદ, એમિરેટ્સનો ખરાબ અનુભવ.' ગેલના ટ્વીટ પર પ્રતિક્રિય આપતા એમિરેટ્સ એરલાઇન્સે લખ્યુ, 'આ માટે અમે માફી માંગીએ છીએ, ક્રિસ. કૃપા કરીને તમારો બુકિંગ નંબર અને આઇડી અમને ડાયરેક્ટ મેસેજ કરી દો. અમે તમારા ઓપ્શનોની તપાસ કરીશુ અને તમને બતાવીશું.' ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડિઝનો આ વિસ્ફોટક બેટ્સમેન યુનિવર્સ બૉસ તરીકે ઓળખાય છે, ગેલ વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે.