આ દિગ્ગજ ક્રિકેટરે બીજીવાર કર્યા લગ્ન, પોતાની ગર્લફ્રેન્ડને બનાવી જીવનસાથી, જુઓ તસવીરો
abpasmita.in | 05 Nov 2019 09:57 AM (IST)
37 વર્ષીય ગ્રીમ સ્મિથે બીજીવારના લગ્ન કર્યા છે, પ્રથમ પત્ની આયરિશ સિંગર મોર્ગન હતી, મોર્ગન અને સ્મિથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા અને તેમના બે બાળકો પણ છે
Created with GIMP
નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાંથી અવાનવાર ખાસ સમાચારો સામે આવતા હોય છે, હવે આ મુદ્દે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે બીજીવારના લગ્ન કર્યા છે. 2જી નવેમ્બરે સ્મિથ પોતાની લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રોમી લાનફ્રાંચી સાથે લગ્ન બંધનથી બંધાઇ ગયો છે, આની તસવીર પણ તેને શેર કરી છે. 37 વર્ષીય ગ્રીમ સ્મિથે બીજીવારના લગ્ન કર્યા છે, પ્રથમ પત્ની આયરિશ સિંગર મોર્ગન હતી, મોર્ગન અને સ્મિથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા અને તેમના બે બાળકો પણ છે. બાદમાં વર્ષ 2015માં બન્ને તલાક લઇને એકબીજાથી છુટા થઇ ગયા હતા. હવે સ્મિથે લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રોમી લાનફ્રાંચી સાથે લગ્ન કર્યા છે, બન્ને વચ્ચે રિલેશનશીપ દરમિયાન એક દીકરો પણ થયો હતો. ગ્રીમ સ્મિથે બન્નેના લગ્નની એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીમ સ્મિથ આફ્રિકાના મહાન કેપ્ટનોમાંનો એક છે, ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ હવે તે કૉમેન્ટેટર તરીકે કામ કરી રહ્યો છે. ગ્રીમ સ્મિથે દક્ષિણ આફ્રિકા તરફથી 117 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 47.76 ની એવરેજથી 9265 રકન બનાવ્યા છે. આમાં 27 સદી પણ સામેલ છે. વળી, 197 વનડે પણ રમી છે, 37.78ની એવરેજથી 6989 રન બનાવ્યા છે.