KGF સ્ટાર સહિત 25 સાઉથ સ્ટાર્સના ઘરે ઈનકમ ટેક્સના દરોડા, જાણો વિગતે
જાણકારી મુજબ 200થી વધારે આઈટી અધિકારીઓ સાથે કર્ણાટકા પોલીસ પણ દરોડામાં મદદ કરી રહી છે. આ દરોડા દરમિયાન સ્ટાર્સના પરિવારજનો સાથે પણ પુછપરછ કરવામાં આવી રહી છે. આઈટી વિભાગના અધિકારીઓ સંપત્તિની તપાસ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ મુજબ, યશ, પુનિત રાજકુમાર, શિવરાજકુમારસ, સુદીપ અને વિજય સાથે પુછપરછ કરવામાં આવી હતી. આ તમામે અત્યાર સુધીમાં કોઈ નિવેદન નથી આપ્યું. દરોડા બાદ તમામ લોકોના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. સુત્રોની જાણકારી મજુબ રેડ બેંગલુરૂ અને આસપાસના વિસ્તારમાં ચાલી રહી છે.
આ રેડ ક્યાં કારણોસર કરવામાં આવી તેની જાણકારી સામે નથી આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાળાનાણાના કારણે આ સ્ટાર્સના ઘરે આઈટીની રેડ કરવામાં આવી છે. આ રેડ કુલ 25 સ્ટાર્સના ઘરે કરવામાં આવી છે.
બેંગલુરૂ: કેજીએફ ચેપ્ટર વન ફિલ્મના એક્ટર યશના ઘરે ઈન્કમ ટેક્ષ વિભાગે રેડ કરી છે. આ રેડ ગુરૂવારે સવારે 8 વાગ્યે કરવામાં આવી હતી. સાઉથના 25 જેટલા સ્ટાર્સને ઘરે રેડ કરવામાં આવી હતી. આ સ્ટાર્સમાં શિવરાજકુમાર, પુનીત કુમાર અને કેજીએફ ફિલ્મના પ્રોડ્યૂસર વિજય કિરગંદૂર સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -