મીડિયા સાથે વાત કરતાં જેકલીનને તેની રિલેશનશિપ લાઈફ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક્ટ્રેસ જણાવ્યું કે, ‘હું મારી બિલાડી મ્યૂ મ્યૂને ડેટ કરી રહી છું. મારી પાસે હવે ચાર બિલાડીઓ છે. મ્યૂ મ્યૂનો પતિ છે અને તેના બે બાળકો છે. મારી પાસે હવે પરિવાર છે અને હું કેટ પેરેન્ટ છું.
જેકલીનની આ કૉમેન્ટનો મતલબ તો એ જ થયો કે, તે હાલ સિંગલ છે અને આ સમયને તે ખૂબ એન્જોય કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર જેકલીન ફિલ્મ ‘કુલી નંબર 1’ની રીમેક અને ‘કિક 2’માં દેખાઈ શકે છે. જોકે, અત્યાર સુધી એક્ટ્રેસ કે મેકર્સ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.